કંગનાને રેપની ધમકી : વકીલે કંગનાની પોસ્ટ પર કમેન્ટ કરી- શહેરની વચ્ચે રેપ થવો જોઈએ, યુઝર્સે આડેહાથ લીધો તો કહ્યું- મારું ID હેક થયું હતું

0
0

કંગના રનૌતને સોશિયલ મીડિયામાં રેપની ધમકી મળી છે. ઓરિસ્સાના મેહેંદી રેઝા નામના વકીલે 33 વર્ષીય એક્ટ્રેસની નવરાત્રિવાળી પોસ્ટ પર કમેન્ટ કરતા કહ્યું હતું, ‘શહેરની વચ્ચે તમારો રેપ થવો જોઈએ.’ જોકે, સોશિયલ મીડિયા યુઝર્સે વકીલને આડે હાથ લેતા તેણે ફેસબુક પર ચોખવટ કરી હતી. વકીલના મતે, તેનું ફેસબુક ID હેક થઈ ગયું હતું.

વકીલે માફી માગી

રેઝાએ માફી માગતા પોતાની પોસ્ટમાં કહ્યું હતું, ‘આજે મારું ફેસબુક ID હેક થઈ ગયું હતું અને તેને કારણે કેટલીક વાંધાજનક કમેન્ટ પોસ્ટ કરવામાં આવી હતી. હું કોઈ પણ મહિલા કે પછી કમ્યુનિટી અંગે હું આવી વિચારી કે બોલી શકું નહીં. મને સાચે જ નવાઈ લાગી અને હું આના માટે માફી માગું છું. હું લોકોને અપીલ કરું છું કે મારી માફીનો સ્વીકાર કરવામાં આવે. જે લોકોની પણ ભાવનાને ઠેસ પહોંચી છે, તેઓ મને માફ કરી દે. હું સાચે જ આ માટે માફી માગું છું.’

રેઝાએ આ પોસ્ટ પર રેપની ધમકી આપી હતી
શનિવાર, 17 ઓક્ટોબરના રોજ મુંબઈની બાંદ્રા કોર્ટે કંગના રનૌત વિરુદ્ધ ધર્મના નામ પર નફરત ફેલાવનારી કલમ હેઠળ કેસ કરવાનો આદેશ આપ્યો હતો. કંગનાએ આ અંગે પ્રતિક્રિયા પણ આપી હતી.

એક્ટ્રેસે પોસ્ટમાં કહ્યું હતું, ‘કોણ-કોણ નવરાત્રિનું વ્રત રાખી રહ્યું છે? ફોટો આજના સેલિબ્રેશનનો છે, કારણ કે મેં વ્રત રાખ્યું છે. આ દરમિયાન મારી વિરુદ્ધ વધુ એક FIR કરવામાં આવી છે. મહારાષ્ટ્રની પપ્પુ સેના મારા પર જનૂની થઈ રહી છે. મને વધારે યાદ ના કરો, હું ટૂંક સમયમાં જ ત્યાં આવીશ.’

આ પોસ્ટ પર જ મેહેંદી રેઝાએ કંગનાને રેપની ધમકી આપી હતી. રિપોર્ટ્સ પ્રમાણે, રેઝા ઓરિસ્સાના ઝારસુગડા ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટમાં એડવોકેટ છે. એમ પણ કહેવાય છે કે રેઝા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here