Saturday, September 18, 2021
Homeટોપ ન્યૂઝવિરોધ : અફઘાની મહિલાઓ ફેશનેબલ કપડા પહેરેલા ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર શેર...

વિરોધ : અફઘાની મહિલાઓ ફેશનેબલ કપડા પહેરેલા ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર શેર કરી રહી

તાલિબાને જાહેર કર્યુ છે કે, મહિલાઓ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકશે પણ તેઓ પુરૂષો સાથે બેસીને શિક્ષણ નહીં મેળવી શકે અને તેમણે ડ્રેસકોડનુ પાલન કરવુ પડશે.

જોકે તાલિબાનનો વિરોધ કરવા માટે હવે અફઘાન મહિલાઓ હિંમતભેર આગળ આવી રહી છે અને ફેશનેબલ કપડા પહેરેલા પોતાના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે.

અફઘાનિસ્તાનમાં અમેરિકન યુનિવર્સિટીની પૂર્વ પ્રોફેસર બહાર જલાલીએ આ અભિયાનની શરૂઆત કરી હતી અને હવે સેંકડો અફઘાન મહિલાઓ તેમની સાથે જોડાઈ રહી છે. મહિલાઓ સોશિયલ મીડિયા પર પોતાના ફોટોગ્રાફ શેર કરી રહી છે.

કાબુલની એક યુનિવર્સિટીમાં મહિલાઓએ કાળા કપડા પહેરીને તાલિબાનના ઝંડા સાથે સવીરો ખેંચાવીને વિરોધ કર્યો હતો. પ્રોફેસર બહાર જલાલીનુ કહેવુ છે કે, તાલિબાન જે પ્રકારના કપડા પહેરવાનો આદેશ આપી રહ્યુ છે તેવા કપડા આજ સુધી કોઈ મહિલાએ પહેર્યા નથી, અફઘાન સંસ્કૃતિ માટે આ વિદેશી છે. તાલિબાન દ્વારા આપવામાં આવી રહેલી ખોટી સૂચનાઓ સામે જાગૃતિ લાવવા માટે પરંપરાગત પોશાકમાં ફોટો શેર કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments