વલસાડથી ભેસ્તાન સુધીના સ્ટેશનો પર 40 ટકા સફાઇ કામદારોને છૂટા કરવાના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન

0
4

વલસાડ,પારડીથી ભેસ્તાન સુધીના 10 રેલવે સ્ટેશનો ઉપર સફાઇ કામગીરી કરતાં કોન્ટ્રાક્ટના કામદારોની સંખ્યામાં 40 ટકા કાપ લાદવામાં આવતાં કામદારોમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.આ સ્ટેશનો ઉપર દિવસ દરમિયાન 117 સફાઇ કામદારોની જગ્યાએ હવે પ્રતિદિન માત્ર 48 કામદારોથી કામ ચલાવવું પડે તેવી નોબત આવી છે.બાકીના કામદારોને ઘરે બેસવાનો વારો આવ્યો છે. સામી દિવાળીએ લેવાયેલા નિર્ણયથી કામદારોએ વિરોધ પ્રદર્શિત કર્યો છે. સ્ટેશન પર નારેબાજી કરીને નિર્ણય પરત કરવા માંગ કરવામાં આવી છે.

સામી દિવાળીએ 40 ટકા કર્મચારીઓને છૂટા કરવાના નિર્ણય સામે વિરોધ કરવામાં આવ્યો હતો.
(સામી દિવાળીએ 40 ટકા કર્મચારીઓને છૂટા કરવાના નિર્ણય સામે વિરોધ કરવામાં આવ્યો હતો.)

 

કોન્ટ્રાક્ટર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો

પશ્ચિમ રેલવેના ડીઆરએમ દ્વારા પારડી, અતુલ, વલસાડ, ડુંગરી,અમલસાડ ,વેડછા, નવસારી, મરોલી, સચીન, ભેસ્તાન રેલવે સ્ટેશનો ઉપર સફાઇ કામગીરી કરવા માટે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પ્રતિદિન 117 કામદારો કામ કરી રહ્યા છે.જેનો 4 વર્ષનો સફાઇ કામગીરીનો રૂ.8.28 કરોડનો કોન્ટ્રાક્ટ પ્રભાકર એન્ટરપ્રાઇઝને આપવામાં આવ્યો છે.હવે નાણાંકિય નિર્દેશ લેતાં રેલવે બોર્ડે સફાઇ કામદારોની સંખ્યા ઘટાડવા નિર્ણય લીધો છે.જેનો પત્ર મુંબઇના ડીઆરએમ દ્વારા કોન્ટ્રાક્ટરને મોકલી વલસાડ સહિત ભેસ્તાન સુધીના 10 રેલવે સ્ટેશનોની સફાઇની કામગીરી માટે દૈનિક 117 કામદારની જગ્યાએ 48 કામદારો જ રાખવા જણાવ્યું છે.

મહિલા કામદારોએ એકઠા થઈને વલસાડ રેલવે સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
(મહિલા કામદારોએ એકઠા થઈને વલસાડ રેલવે સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.)

 

કામદારોની રોજી રોટીના સવાલ

કામદારોની સંખ્યામાં 40 ટકાનો ઘટાડો થતાં કોન્ટ્રાક્ટ આધારિત સફાઇ કામદારોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે.આ 10 સ્ટેશનો ઉપર સેમી સ્કિલ્ડ કુલ 5 અને અનસ્કિલ્ડ કામદાર 43 સાથે સફાઇ કામગીરી કરવા નિર્દેશ જારી કર્યો છે.જેથી છૂટા થાય તે કર્મચારીઓને સામી દિવાળીએ ક્યાં કામ મળે અને તેમના પરિવારના ભરણ પોષણના સવાલો ઉભા થયા હોવાથી વિરોધ કરી રહ્યા હોવાનું કામદારોએ કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here