સુરત : કોરોનાના નામે ઉઘરાવાતો દંડ બંધ કરીને રૂપિયા લોકોને પરત કરવાની માંગ સાથે AAPના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન.

0
3

કોરોના સંક્રમણ વધતાં પાલિકા દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર ફરતાં લોકો પાસેથી દંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે. આ દંડના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા પાલિકાની મુખ્ય કચેરી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પાલિકા દ્વારા સામાન્ય લોકોને દંડ કરીને પોતાની સત્તા સાબિત કરી લૂંટ ચલાવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે આપ ના કિશોરભાઈએ કહ્યું કે, કોરોનાની માહામારીના નામે પાલિકા દ્વારા સુરતની સામાન્ય જનતા પાસેએ મસમોટો દંડ ની ઉઘરાણી કરીને સામાન્ય જનતાને હેરાન કરવામાં આવી રહી છે. બે દિવસ પહેલા સરથાણા ખાતે એક જ વ્યક્તિ પાસેથી 61000નો દંડ અલગ અલગ ચાર રસીદ બનાવીને ઉઘરાવવામાં આવ્યો જે તદ્દને ગેરવાજબી છે.

પાલિકાની મુખ્ય કચેરી સામે આપના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

લોકો ગુજરાન ચલાવે કે દંડ ભરે

આપ દ્વારા કહેવામાં આવ્યું કે, કોરોના લોકડાઉન વચ્ચે ઠપ્પ થયેલા ધંધા માંડ પાટે ચડી રહ્યાં છે. લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે થઈને બે છેડા માંડ ભેગા કરી શકે છે. ત્યારે પાલિકા દ્વારા પોતાના ટાર્ગેટ પૂરો કરવા માટે દંડ ફટકારીને લોકોની કમર તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે તદ્દ ગેરવાજબી છે.

ધરણાં પ્રદર્શન કરાયું

આપના કાર્યકર્તાઓ પાલિકાની મુખ્ય કચેરી બહાર ધરણા પર બેસી ગયા હતાં. કોરોના મહામારીના કોપોઁરેશન દ્વારા ઉઘરાવાયેલ બેફામ દંડના ઉઘરાણાના વિરોધમાં AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ કિશોરભાઈ દેસાઈની અઘ્યક્ષતામાં આવેદનપત્ર આપીને દંડની પ્રથા બંધ કરી લોકોને તેની મહેનતના રૂપિયા પરત આપવાની માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here