સુરત : JEE, NEETની પરીક્ષા સ્થગિત રાખવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ

0
7

આગામી પહેલી સપ્ટેમ્બરથી દેશભરમાં JEE અને NEET મેઈનની તબક્કાવાર પરીક્ષા યોજાનારી છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.સુરત કોંગ્રેસ દ્વારા ક્લેક્ટર કચેરી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. બેનરો અને સુત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે કે, 6 મહિનાની ફી માફી પણ સરકારે કરી દેવી જોઈએ. સરકાર દ્વારા કોઈ તૈયારી ન કરવામાં આવી હોય તેવી સ્થિતિમાં વગર તૈયારીએ લેવામાં આવનારી પરીક્ષાઓથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ગંભીર અસર થઈ શકે તેમ છે.

કોંગ્રેસ દ્વારા જણાવાયું હતું કે, કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે પરીક્ષા યોજવી એ યોગ્ય નથી તેથી મુલતવી રાખવી જોઈએ
(કોંગ્રેસ દ્વારા જણાવાયું હતું કે, કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે પરીક્ષા યોજવી એ યોગ્ય નથી તેથી મુલતવી રાખવી જોઈએ)

 

પરીક્ષા મુલતવી રાખવા માંગ-કોંગ્રેસ

શહેર કોંગ્રેસ પ્રમુખ, બાબુ રાયકાએ જણાવ્યું હતું કે,સરકાર દેશના વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાં કરવા જઈ રહી છે.જેથી કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કોરોનાના કારણે થોભો અને રાહ જોવાની સ્થિતિ વચ્ચે આ પ્રકારની પરીક્ષા લેવાની તજવીજ થઈ રહી છે તેનો વિરોધ કરી રહ્યાં છે. પરીક્ષા કેન્દ્રોની યોગ્ય વ્યવસ્થા સાથે આરોગ્યની પણ યોગ્ય તૈયારી ન થઈ હોવાથી અમે પરીક્ષા મુલતવી રાખવાની લાગણી અને માગણી કરી રહ્યાં છીએ.

ક્લેક્ટર કચેરી સામે વિરોધ પ્રદર્શન કરતાં કોંગ્રેસના નેતાઓ દ્વારા પરીક્ષા મુલતવી રાખવાની માંગ કરાઈ છે.
(ક્લેક્ટર કચેરી સામે વિરોધ પ્રદર્શન કરતાં કોંગ્રેસના નેતાઓ દ્વારા પરીક્ષા મુલતવી રાખવાની માંગ કરાઈ છે.)

 

1380 પરીક્ષા કેન્દ્રો ઉમેરાયા

સુપ્રીમ કોર્ટે JEE-નીટ પરીક્ષાને લીલી ઝંડી આપી દીધા બાદ હવે 1લી સપ્ટેમ્બરથી દેશભરમાં JEE મેઈન અને 13મીએ NEET લેવાનાર છે. ત્યારે કેન્દ્ર સરકારની સૂચના મુજબ JEE-NEET પરીક્ષા માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરવામા આવે છે. જે મુજબ પરીક્ષામાં કોઈ ડમી વિદ્યાર્થી ન ઘુસી જાય તે માટે દરેક સેન્ટર પર તમામ વિદ્યાર્થીનું માસ્ક કઢાવી ચેકિંગ કરાશે અને ચેકિંગ બાદ સેન્ટર પરથી જ નવુ માસ્ક અપાશે. જે વિદ્યાર્થી ઈચ્છે તો પહેરી શકે અથવા ઘરેથી લાવેલ માસ્ક પહેરી શકે. ઉપરાંત વિદ્યાર્થીએ કોરોનાના લક્ષણો ન હોવાનુ સેલ્ફ ડિકલરેશન પણ આપવુ પડશે.કોરોનાને પગલે બંને પરીક્ષામાં નવા 1380 કેન્દ્રો ઉમેરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here