વિરોધ – મોરારિબાપુ પર થયેલા હુમલાના પ્રયાસના વિરોધમાં મહુવા અને યાત્રાધામ વીરપુરમાં સજ્જડ બંધ, વેપારીઓમાં રોષ

0
6
મહુવા અને વીરપુરમાં સજ્જડ બંધ
મહુવા અને વીરપુરમાં સજ્જડ બંધ
  • મહુવા માર્કેટિંગ યાર્ક બંધમાં જોડાયું

સીએન 24,ગુજરાત

મોરારિબાપુના સમર્થનમાં આજે મહુવા અને યાત્રાધામ વીરપુર સજ્જડ બંધ જોવા મળ્યું છે અને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે મહુવા ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં ચેમ્બર ઓફ કોમર્સ મહુવા, રાજકીય પક્ષના કાર્યકરો, સામાજિક સંસ્થાના આગેવાનો તેમજ હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તથા સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બીજી તરફ યાત્રાધામ વીરપુરમાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું છે.

મહુવામાં સજ્જડ બંધ, વેપારીઓમાં રોષ 
મોરારિબાપુ પર થયેલા હુમલાના પ્રયાસના વિરોધમાં આજે મહુવામાં સજજડ બંધ પાડવામાં આવ્યો છે. જેમાં ચેમ્બર ઓફ કોમર્સ, નાના-મોટા વેપારીઓ, વિવિધ સંગઠનો, સમાજના આગેવાનો, હિન્દૂ તથા મુસ્લિમ ભાઈઓ, વિવિધ સંસ્થાઓ અને એકમો આ બંધમાં જોડાયા છે અને વેપારીઓએ પોતાનો રોષ ઠાલવ્યો છે. આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ક પણ બંધમાં જોડાયું છે.

વીરપુરના તમામ વેપારીઓએ બંધ પાળ્યો
મોરારિબાપુ પર થયેલા હુમલાના પ્રયાસને લઇને સૌરાષ્ટ્રના સાધુ-સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોરારિબાપુ પર હુમલાના પ્રયાસનો પડઘો યાત્રાધામ વીરપુરમાં પડ્યો છે. જેથી યાત્રાધામ વીરપુર સંપૂર્ણ બંધ છે. વીરપુર ગામના તમામ વેપારીઓ રોજગાર-ધંધો બંધ પાળી રોષ વ્યક્ત કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here