લાખણી માં ચીનનો રાષ્ટ્રધ્વજ સળગાવીને વિરોધ કરાયો

0
10

૨ મિનિટ નું મૌન રાખીને શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

 

લાખણી : ૧૫ તારીખના રોજ ભારત-ચીન ની સરહદ ઉપર ભારત માતાની રક્ષા કરી રહેલા વીર જવાનો પૈકી આપણા ૨૦ જવાનોને નાલાયક ચીન દ્વારા બર્બરતા પૂર્વક હત્યા કરવામાં આવી છે જેને લઈને દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે તાલુકા મથક લાખણી ખાતે રાષ્ટ્રવાદી યુવા સંગઠન દ્વારા નાલાયક ચીનના રાષ્ટ્રધ્વજ નું અપમાન કરીને તેને સળગાવવામાં આવ્યો હતો.

 

 

તેમજ ચીન મુર્દાબાદના નારા લગાવ્યા હતા અને માં ભોમની રક્ષા કરતા કરતા શહીદ થનાર વીર જવાનો અમર રહોના નારા લગાવ્યા હતા શહીદી વોરનાર જવાનોના પરિવારોને સલામ કરી હતી અને વીર જવાનોની આત્માને શાંતિ માટે ૨ મિનિટ નું મૌન રાખ્યું હતું સાથે સાથે દરેક યુવાનોએ સંકલ્પ જાહેર કર્યો હતો હતો કે આવનાર સમયમાં બને એટલે ચીનની પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું ટાળીશું.

 

 

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા