ખેડૂત આંદોલન : પ્રદર્શનકારીઓએ બેરિકેડ તોડ્યાં, પથ્થરમારો કર્યો; પોલીસે વોટર કેનન લગાવ્યાં, ટીઅર ગેસના સેલ છોડ્યા

0
22

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ 26થી 26 નવેમ્બરે સુધી દિલ્હી ચલો આંદોલનની શરૂઆત કરી છે. પંજાબની પાસે આવેલી હરિયાણા બોર્ડર પર ગુરુવારે હિંસક દેખાવ થયા હતા. પંજાબના દેખાવકારીઓએ બેરિકેડ તોડ્યાં અને પથ્થરમારો કર્યો હતો. ત્યારપછી પોલીસે દેખાવકારીઓને કંટ્રોલ કરવા માટે પાણીથી અટેક અને ટીઅર ગેસના સેલ છોડ્યા હતા. નવા કૃષિ બિલના વિરોધમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો છેલ્લા બે મહિનાથી રસ્તા પર છે.

શા માટે પ્રદર્શન થઈ રહ્યું છે?

સપ્ટેમ્બરમાં સરકારે કૃષિ સુધારા માટે 3 કાયદા ધ ફાર્મર્સ પ્રોડ્યૂસ ટ્રેડ એન્ડ કોમર્સ(પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) એક્ટ; ધ ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન)એગ્રીમેન્ટ ઓફ પ્રાઈઝ એશ્યોરેન્સ એન્ડ ફાર્મ સર્વિસેસ એક્ટ અને ધ એસેન્શિયલ કમોડિટીઝ(અમેન્ડમેન્ટ)કાયદો બનાવ્યો હતો. જેના વિરોધમાં પંજાબ અને હરિયાણાના ખેડૂત છેલ્લા બે મહિનામાં રસ્તા પર છે.ખેડૂતોને લાગે છે કે સરકાર MSP હટાવવાની છે, જ્યારે વડાપ્રધાન પોતે આ વાતને નકારી ચુક્યા છે.

અપડેટ્સ..

અંબાલા પાસે શંભૂ બોર્ડર પર દેખાવકારી ખેડૂતોને અટકાવવા માટે પોલીસે વોટર કેનન ચલાવ્યું, પછી ટીઅર ગેસના સેલ છોડ્યા.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું કે, કેન્દ્ર સરકારના ત્રણ ખેતી બિલ ખેડૂતો વિરોધી છે. આ બિલ પાછું લેવાની જગ્યાએ ખેડૂતોને શાંતિપૂર્ણ દેખાવ કરવાથી અટકાવવામાં આવી રહ્યાં છે, તેમની પર વોટર કેનન ચલાવવામાં આવી રહી છે. ખેડૂતો પર આ અપરાધ એકદમ ખોટો છે. શાંતિપૂર્વ દેખાવ તેમનો બંધારણીય અધિકાર છે.

દિલ્હી-હરિયાણા સીમા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હી-ફરિદાબાદ બોર્ડર પર પોલીસ ફોર્સ ઉપરાંત CRPFની 3 બટાલિયન તહેનાત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આવતા-જતા દરેક વાહનો પર નજર રાખવામાં આવી રહી છે. હોમગાર્ડના જવાનો પણ તહેનાત છે. સીનિયર ઓફિસર સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. અમે દરેક સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ. ખેડૂત રેલીને ધ્યાનમાં રાખીને દિલ્હી-NCRમાં મેટ્રો બપોરે 2 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી છે.

આંદોલન પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે
આંદોલન પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે

 

1 લાખ ખેડૂતો ભેગા થવાની શક્યતા

કૃષિ કાયદા વિરુદ્ધ પંજાબના હજારો ખેડૂતોએ હરિયાણા સીમામાં પ્રવેશ કર્યો છે. હરિયાણા સરકારે પંજાબ બોર્ડર સીલ કરી દીધી છે. ખેડૂત સંગઠનનો દાવો છે કે, ગુરુવારે અહીં સીમા પર 1 લાખથી વધારે ખેડૂતો ભેગા થશે. બીજી બાજુ બુધવારે ચંદીગઢ-દિલ્હી હાઈવે પર 15 કિમી લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. અંબાલા હાઈવે પર ભેગા થયેલા ખેડૂતોને વેર વિખેર કરવા માટે સેનાએ તેમના પર પાણીનો મારો કર્યો હતો. પરિણામે ગુસ્સે થયેલા ખેડૂતોએ બેરિકેડ્સ તોડી દીધા હતા. અહીં તાત્કાલીક કલમ 144 લગાવી દેવામાં આવી અને 100થી વધારે ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી.

ખેડૂતોએ કહ્યું- રોકશો તો દિલ્હી જતા રસ્તા જામ કરી દેશુ

હરિયાણા સરકારે એક મોટો નિર્ણય લેતા કહ્યું કે, ખેડૂત આંદોલન ચાલુ રહેશે તો રાજ્યની રોડવેઝની કોઈ બસ પંજાબ નહીં જાય. તે ઉપરાંત દરેક ડેપોને 5-5 વધારાની બસો રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. અંબાલાના મોહડામાં ભાકિયૂના પ્રદેશ અધ્યક્ષ ગુરનામ સિંહ ચઢૂનીના નેતૃત્વમાં રાજ્યમાં ઘણાં જિલ્લાના ખેડૂતો ભેગા થયા છે. તેમણે આગળ વધવાનો પ્રયત્ન કરતાં પોલીસે તેમને રોક્યા હતા.

આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ખેડૂતોએ બેરિકેડ પણ તોડી નાખ્યા હતા. ત્યારે હરિયાણા પોલીસે ખેડૂતોને રોકવા માટે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. જ્યારે બીજી બાજુ દિલ્હી પોલીસ કહી ચૂકી છે કે, જો કોરોના દરમિયાન ખેડૂતો દિલ્હી આવશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તે વિશે ખેડૂતોએ કહ્યું છે કે, તેમને રોકવામાં આવશે તો તેઓ દિલ્હી જતો રસ્તો રોકી લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here