Wednesday, September 28, 2022
Homeગુજરાતરાજકોટમાં પૂર્વ CMના સૂચિત સોસાયટીને રેગ્યુલાઇઝ ન કરતા વિરોધ

રાજકોટમાં પૂર્વ CMના સૂચિત સોસાયટીને રેગ્યુલાઇઝ ન કરતા વિરોધ

- Advertisement -

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ ઋષિકેશ, પેરેમાઉન્ટ, માધવ પાર્ક, ન્યુ યોગીનગર સહિતની પાંચ સોસાયટીઓને છેલ્લા ઘણાં સમયથી સૂચિતમાં છે અને તેને નિયમિત નહીં કરતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને આજે કલેક્ટર કચેરી ખાતે આ મુદ્દે કલેક્ટર તંત્રને આવેદન પત્ર પાઠવી જો તેમના વિસ્તારોને કાયમી કરવામાં નહીં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરાશે તેવી ચેતવણી આપી હતી.

આ સંદર્ભે ઋષિકેશ-પેરેમાઉન્ટ સોસાયટીના સુરેશ પરમારે જણાવ્યું હતું કે, રૈયા સર્વે નંબર 318 પૈકી ઓપી 87 ટીપી 16માં આવેલ આ ઋષિકેશ, પેરેમાઉન્ટ, માધવપાર્ક 1-2 અને ન્યુ યોગીનગર સોસાયટી 20 વર્ષ પૂર્વે અસ્તિત્વમાં આવી છે. આ સોસાયટીને નિયમિત કરવા માટેની તમામ કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે. ખુટતા દસ્તાવેજો પણ વહીવટી તંત્રને પુરા પાડવામાં આવેલ છે.તેમજ આ અંગે અગાઉ રાજ્ય સરકારમાં તેમજ જિલ્લા કલેક્ટર કચેરીમાં પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તેઓને કોઇ કારણોસર સોસાયટી નિયમિત કરવા અંગેના હુકમ અપાતા નથી. રુપાણી સરકારના શાસન દરમિયાન પણ આ સોસાયટીના રહીશોને સોસાયટી નિયમિત કરવાના હુકમ તત્કાલ આપી દેવાશે તેવી ખાતરી આપવામાં આવી હતી. પરંતુ તેનું પરિણામ હજુ શૂન્ય રહ્યું છે.

કલેક્ટર કચેરી ખાતે સ્થાનિકોએ રજુઆત કરી
કલેક્ટર કચેરી ખાતે સ્થાનિકોએ રજુઆત કરી

વોર્ડ નં. 9માં આવેલી આ પાંચ સોસાયટીમાં 5 હજારથી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે. પરંતુ નિયમિત કરવામાં તંત્ર નિષ્ક્રિયતા દાખવી રહ્યું હોય હવે આ પાંચેય સોસાયટીના રહીશોએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આગામી ચૂંટણી પહેલા જો તેઓને સોસાયટી નિયમિત થવાના હુકમો નહીં અપાય તો મતદાનના બહિષ્કારની સાથોસાથ ઉગ્ર આંદોલનના પણ મંડાણ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular