Monday, October 18, 2021
Homeએરલાઈન્સ દ્વારા મુસાફરી કરનારા ગ્રાહકોને ડોર-ટુ-ડોર બેગેજ ટ્રાન્સફરની સુવિધા આપશે
Array

એરલાઈન્સ દ્વારા મુસાફરી કરનારા ગ્રાહકોને ડોર-ટુ-ડોર બેગેજ ટ્રાન્સફરની સુવિધા આપશે

ઓફિસના કામસર હવાઈ મુસાફરી કરનારા લોકો સાથે ઘણી વખત એવું બને છે કે, તેમને એરપોર્ટથી સીધા જ મીટિંગ માટે જવું પડતું હોય છે. તેવા સમયે સાથે જે સામાન હોય તે નડતરરૂપ લાગવા લાગે છે. પરંતુ હવે એરલાઈન્સ દ્વારા આ સમસ્યાનો ઉકેલ શોધી લેવામાં આવ્યો છે.

ડોર-ટુ-ડોર બેગેજ ટ્રાન્સફર

એક ખાનગી એરલાઈન્સ કંપનીએ કાર્ટરપોર્ટર નામની એક કંપની સાથે ભાગીદારી કરી છે. આ કંપની એરલાઈન્સ દ્વારા મુસાફરી કરનારા ગ્રાહકોને ડોર-ટુ-ડોર બેગેજ ટ્રાન્સફરની સુવિધા આપશે. કંપનીએ ગુરૂવારથી દિલ્હી અને હૈદરાબાદમાં આ સેવા ચાલુ કરી દીધી છે અને ટૂંક સમયમાં જ મુંબઈ અને બેંગલુરૂમાં પણ તે શરૂ કરવામાં આવશે.

શું છે આ સેવા?

ઘરેથી એક્સ્ટ્રા બેગેજ લઈને મુસાફરી કરવા ઈચ્છતા કે પછી જેમને એરપોર્ટથી સીધા મીટિંગમાં જવાનું હોય તેમના માટે આ સુવિધા ખૂબ રાહતજનક બની રહેશે. તેમાં મુસાફરોનો સામાન તેમના ઘરેથી જ પિક થઈ જશે જેથી એરપોર્ટ પર ચેક-ઈન કાઉન્ટર અને સુરક્ષા તપાસમાં ઓછો સમય લાગશે. એટલું જ નહીં, મુસાફરો એરપોર્ટથી સીધા પોતાના કામસર જવા ઈચ્છતા હશે તો લગેજ તેઓ ઈચ્છશે તે ડેસ્ટિનેશન પર પહોંચાડી દેવામાં આવશે. આ કારણે મુસાફરોને બેગેજ ડિલિવરી કાઉન્ટર પર પણ રાહ નહીં જોવી પડે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments