પ્રાંતિજ પોલીસે મોબાઈલ ની દુકાન માં થયેલ ચોરી નો ભેદ ઉકેલ્યો .

0
0

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ માં દશ દિવસ અગાઉ રાત્રીના સમયે મોબાઈલ ની દુકાન ના તાળા તોડી દુકાન માં રહેલ મોબાઈલ તથા રોકડ રકમ ની ચોરી કરી ને પલાય થયેલ ચારેય આરોપીઓ પોલીસ સંકજામાં .

ચારેય આરોપીઓની અટકાયત કરી કોર્ટ માં રીમાન્ડ ની માંગ કરી .
૨૦૧૭ મા દલપુર કેબલ ચોરી નો ભેદ પણ ઉકેલ્યો .
પોલીસે ચોરી ના નવ મોબાઈલ , કેબલ તથા ચોરી માં લેવાય રીક્ષા સહિત ૧,૩૫,૭૯૭ નો મુદ્દામાલ જપ્ત કર્યો .

 

પ્રાંતિજ પોલીસ ના હાથમાં જાણે જાદુ ઇ છડી આવી હોય તેમ પ્રાંતિજ માં થયેલ એકપછી એક ધરફોડ ચોરીઓ લુંટ ના ગુનાઓને ને અંજામ આપનાર ગુનેગારો તથા એક પછી એક ચોરી ના ભેદ ઉકેલાતાં જાય છે અને લુંટ ચોરી ના આરોપીઓને જેલ ભેગા કરે છે ત્યારે દશ દિવસ અગાઉ જ રાત્રી ના સમયે પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ મોબાઈલ ની દુકાન માંથી દુકાન ના તાળા તોડી દુકાન મા ૧૯ મોબાઈલ જેની કિંમત ૬૪,૭૪૧ તથા રોકડ રકમ ૨૭,૫૦૦ મળી કુલ-૯૨,૨૪૧ ની અજાણ્યા તસ્કરો દ્વારા ચોરી કરી હોવાની ફરીયાદ દુકાન માલિક જીગ્નેશભાઇ કરશનભાઇ ભોઇ દ્વારા ૩૦|૮|૨૦૧૯ ના રોજ પ્રાંતિજ પોલીસ સ્ટેશન માં કરવામાં આવી હતી.

તો પ્રાંતિજ પોલીસે ગુનોનોધીઆગળની તપાસ પ્રાંતિજ પીઆઇ કે.એસ.બ્રહ્મભટ્ટ ના માર્ગ દર્શન હેઠળ પ્રાંતિજ પીએસાઇ કે.એસ.ચાવડા , તથા પ્રાંતિજ પીએસાઇ એ.વી.જોશી તથા તેમની ટીમ દ્વારા તપાસ હાથધરવામા આવી હતી જેમાં હિંમતનગર એલસીબી પોલીસે અન્ય ગુનામાં પકડતા પ્રાંતિજ પોલીસ ને સોંપવામાં આવ્યાં હતાં જેમાં પોલીસે ચારેય આરોપીઓ પાસેથી ૨૦૧૭ દલપુર માં થયેલ ચોરી તથા મોબાઈલ ની ચોરી નો ગણતરીના દિવસો માજ ભેદ ઉકેલ્યો હતો.

 

અને ચારેય આરોપીઓ (૧)મંહમદખતીફ ઉર્ફે સદામ ગુલામમંહમદ શેખ ઉર્વર્ષ – ૨૮ રહે. સરખેજ હાલ રહે ઇડર (૨) મુસ્તકીમ ઉર્ફે મુસાગુલાબ મંહમદ ઉર્ફે ગુલ્લુભાઇશેખ ઉ.વર્ષ-૨૩ સરખેજ હાલ રહે ઇડર (૩) સાલરહુસેન ઉર્ફે શાહરુખ યુસુફ ભાઇ ઉર્ફે બાપુ ઉર્ફે પહેલવાન સીદીકી ઉ.વર્ષ-૨૦ અમદાવાદ (૪) જુનેદખાન ફિરોઝખાન પઠાણ ઉ.વર્ષ ૧૯ રહે. અમદાવાદ તેમણી પાસે થી પ્રાંતિજ પોલીસે હાલ-૧૯ મોબાઈલ માંથી કુલ-૯ મોબાઈલ જેની કિંમત ૫૫,૭૯૭ તથા ચોરી મા લેવાયેલ રીક્ષા તથા ૨૦૧૭ મા દલપુર ખાતે દુકાન ના પતરાં તોડી દુકાન માંથી ચોરી કરેલ કેબલ કબજે કરી કુલ ૧,૩૫,૭૯૭ ના મુદ્દામાલ નો કબજે કરી ચારેય આરોપીઓ ને પ્રાંતિજ કોર્ટ માં હાજર કરી વધુ પુછપરછ માટે રીમાન્ડ ની માંગ કરી છે.

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here