PSI આત્મહત્યા કેસ, ઓટોપ્સી રિપોર્ટમાં ખુલાસો, દેવેન્દ્રસિંહ સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય થયું નથી

0
15

અમદાવાદઃ કરાઇ ખાતેના તાલીમાર્થી પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાત કેસના 15 દિવસ બાદ ક્રાઇમ બ્રાંચે ઓટોપ્સી રિપોર્ટને ટાંકીને ખુલાસો કર્યો છે કે, મૃતક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાયું ન હતું. જ્યારે મૃતક પીએસઆઈની પત્નીએ આરોપ લગાવ્યો હતો કે, કરાઇના ડીવાયએસપી તેમના પતિને તેની સાથે સમલૈંગિક સંબંધ રાખવા માટે દબાણ કરતા હતા.

PSIને આપઘાત માટે ઉશ્કેર્યો કે મજબૂર હતો એ વાત સાબિત થઈ શકી નથી

DYSP એનપી પટેલ સામે કોઈ પુરાવા મળ્યા નહીં

આ આત્મહત્યાને પગલે ડીવાયએસપી એનપી પટેલ સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધાયો છે. પરંતુ પોલીસ તપાસમાં તેની વિરુદ્ધ કોઈ જ પુરાવા મળ્યા નથી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં અમને જેની સામે આક્ષેપ થયા છે તેમની વિરુદ્ધ કોઈ જ પુરાવા મળ્યા નથી. તેમજ પીએસઆઈને આપ્રાકૃતિક સંબંધ બાંધવા માટે મજબૂર કરવામાં આવ્યો હોય એવા પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં કોઈ પુરાવા મળ્યા નથી.

DYSP એનપી પટેલ હાલ કરાઈ પોલીસ એકેડમીમાં જ છે

જ્યારે ડીવાયએસપીની ધરપકડ અંગે પોલીસ અધિકારીએ કહ્યું કે,”તેઓ હાલ કરાઇ એકેડેમી ખાતે જ છે. હાલના તબક્કે પીએસઆઈને આપઘાત માટે ઉશ્કેર્યો કે મજબૂર હતો એ વાત સાબિત થઈ શકી નથી.”

31 ડિસેમ્બરે રિવોલ્વરથી આપઘાત કર્યો હતો

ઉલ્લેખનીય છે કે 2016-17ની બેચના પીએસઆઈ તેમજ ગોલ્ડ મેડલિસ્ટ દેવેન્દ્રસિંહ રાઠોડે 31મી ડિસેમ્બરના રોજ ચાંદલોડિયા ખાતે આવેલા પોતાના ઘરમાં સસરાની રિવોલ્વરથી આપઘાત કર્યો હતો. આપઘાત પહેલા તેમણે સુસાઇડ નોટ મુજબ, ડીવાયએસપી એનપી પટેલના ત્રાસને કારણે તે આ પગલું ભરી રહ્યો છે. બીજી જાન્યુઆરીના રોજ આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઈ હતી. જેથી ડીવાયએસપી એન.પી.પટેલનું નામ ફરિયાદમાં દાખલ કરવામાં આવ્યું અને ત્યાર બાદ જ દેવેન્દ્રસિંહના પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here