Monday, January 24, 2022
HomePSI દેવેન્દ્રસિંહ રાઠોડ આપઘાત કેસમાં 40 દિવસ બાદ પણ DySP સામે કોઈ...
Array

PSI દેવેન્દ્રસિંહ રાઠોડ આપઘાત કેસમાં 40 દિવસ બાદ પણ DySP સામે કોઈ કાર્યવાહી નહીં

અમદાવાદ: ડીવાયએસપીના ત્રાસથી આપઘાત કરી લેનારા પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડના અવસાનને 40 દિવસ બાદ પણ ન્યાય મળ્યો નહીં હોવાની રજૂઆત મૃતકના પત્ની ડિમ્પલે ગુરુવારે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી કે સોલા પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચની ભૂમિકા શંકાસ્પદ હોવાનું જણાવ્યું હતું. જવાબમાં કમિશનર એ.કે. સિંઘે તમને ન્યાય મળશે તેવી હૈયાધારણા આપી હતી.

  • મૃતકના પત્ની ડિમ્પલે શહેર પોલીસ કમિશનરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, મારા પતિના આપઘાતના દિવસે પોલીસ બપોરે 2-45થી 5-30 સુધી તેના રૂમમાં હતી. પણ અમને પ્રવેશવા દીધાં ન હતા. પોલીસે તે વખતે કોને કેટલાં ફોન કર્યા તેમ જ કોને શું માહિતી આપી તેની કોઇ જાણકારી આપી ન હતી, ઘરમાંથી શું કબ્જે કર્યું તે બાબતથી અમો અજાણ છીએ. હજુ સુધી પોલીસે આરોપી ડીવાયએસપીની અટક સુધ્ધાં કરી નથી. જેથી આ અંગે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભરવા માંગણી કરી છે.
  • મૃતક દેવેન્દ્રવસિંહના પિતા સત્યેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યું કે, મારી પુત્રવધૂએ ડીવાયએસપીને કરાઇ એકેડેમીમાંથી બદલીને તેની અટકાયત કરવા રજૂઆત કરી હતી. પણ પોલીસ ગોળ ગોળ  જવાબ આપી રહી છે. જે પીડા ડીવાયએસપીએ મારા પુત્ર દેવેન્દ્રને આપી હતી તે પીડા હવે પોલીસ અને સરકારી તંત્ર અમને આપી રહ્યું છે.
  • દેવેન્દ્રના મૃતદેહનો કબજો લઇને તેની અંતિમવિધિ કરી દીધી હતી. પરંતુ ઇન્કવેસ્ટ પંચનામું, પી.એમ. રિપોર્ટ કે અન્ય દસ્તાવેજો પોલીસ આપતી નથી. જેના કારણે પરિવારને દેવેન્દ્રનું ડેથ સર્ટિફિકેટ હજુ મળ્યું નથી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular