Tuesday, December 7, 2021
HomePSI રાઠોડ આત્મહત્યા કેસમાં હજુ DySP એન.પી.પટેલની ધરપકડ નહિ
Array

PSI રાઠોડ આત્મહત્યા કેસમાં હજુ DySP એન.પી.પટેલની ધરપકડ નહિ

અમદાવાદ: ગાંધીનગર કરાઈ કમાન્ડો ટ્રેનિગ સેન્ટરમાં ડીવાયએસપી એન.પી.પટેલના કથિત શારીરિક શોષણનો ભોગ બનેલા પી.એસ.આઈ. દેવેન્દ્રસિંહ રાઠોડે આત્મહત્યા કર્યાના 21 દિવસ વીતી જવા છતાં આ કેસના આરોપી એન.પી.પટેલ સામે ક્રાઈમ બ્રાંચે હજુ સુધી કોઈ જ કામગીરી કરી નહીં હોવાની લાગણી મૃતકના પરિવારજનોમાં ઉઠવા પામી છે. દેવેન્દ્રસિંહની લાશ નહીં લેવાના નિર્ણય સામે એન.પી. પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી ત્યારે પોલીસે પરિવારને નક્કર કામગીરીના સપનાં દેખાડ્યા હતા, જો કે હવે પોલીસ વીઆઈપી બંદોબસ્તમાં વ્યસ્ત હોવાના બહાના હેઠળ કામગીરીમાં ઢીલાશ કરી રહી છે.

પોલીસે પરિવારના બે વખત નિવેદનો લીધા સિવાય હજુ સુધી આ કેસમાં કોઈ પ્રગતિ થઈ નથી. પોલીસ કમિશનર સુધી પરિવારે રજૂઆતો કર્યા બાદ તેમની વેદનાને વાચા આપવા માટે કામગીરી કરવામાં આવશે તેવા જે તે વખતે વચનો આપવામાં આવ્યા હતા. પરંતુ હવે પોલીસ વીઆઈપીના બંદોબસ્તમાં વ્યસ્ત છે તેવા બહાના કરી કામગીરી ચાલુ જ હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments