ઉત્તર પ્રદેશમાં મંજૂરી વિના દાઢી રાખનારો PSI સસ્પેન્ડ, PSIએ કહ્યું- મંજૂરી માંગી હતી, પરંતુ જવાબ નહોતો મળ્યો

0
0

ઉત્તર પ્રદેશમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર ઈન્તેસાર અલીને દાઢી વધારવા બદલ સસ્પેન્ડ કરી દેવાયા છે. દાઢી વધારવા બદલ તેમને ત્રણ વાર ચેતવણી આપીને મંજૂરી લેવાનું કહેવાયું હતું. આમ છતાં, તેમણે દાઢી વધારવાનું ચાલુ રાખતા અલી સામે વિભાગીય કાર્યવાહી કરાઈ હતી. પીએસઆઈ ઈન્તેસાર અલી છેલ્લા ત્રણ વર્ષથી બાગપતમાં તહેનાત હતા.

એસપી અભિષેક સિંહે કહ્યું કે, ‘પોલીસ મેન્યુઅલ પ્રમાણે શીખોને દાઢી રાખવાની મંજૂરી મળી છે, જ્યારે અન્ય પોલીસકર્મીઓએ ક્લિન-શેવ કરવું જરૂરી છે. જો કોઈ પોલીસકર્મી દાઢી રાખવા ઈચ્છે, તો તેમણે મંજૂરી લેવી પડે છે. ઈન્તેસાર અલીને વારંવાર મંજૂરી લેવાનું કહેવાયું હતું, પરંતુ તેમણે મંજૂરી વિના જ દાઢી વધારી હતી.’ જોકે, અલીએ કહ્યું હતું કે, ‘મેં દાઢી રાખવાની મંજૂરી માંગી હતી, પરંતુ મને કોઈ મંજૂરી મળી ન હતી.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here