બિહાર : સિવાનમાં સાઇકો પતિની હેવાનિયત, 4 બાળકનાં મોત, પત્ની અને એક બાળકીની હાલત ગંભીર

0
9

બિહારના સિવાન જિલ્લામાં હચમચાવી દે એવી એક ઘટના સામે આવી છે. એક સાઈકિક પિતાએ તેનાં પાંચ બાળક અને પત્ની પર કુહાડીથી હુમલો કરી દીધો છે. ચાર બાળકનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયાં છે, જ્યારે પત્ની અને બાળકીની હોસ્પિટલમાં ગંભીર હાલત છે. જેને તે લાડલી દીકરીઓ કહેતો હતો તેને આરોપી પિતાએ મૃત્યુ આપી દીધું છે અને જે દીકરાઓ તેના ઘડપણનો સહારો બની શકે એવા હતા તેમની તેણે હત્યા કરી દીધી છે. આ ઘટના સિવાન જિલ્લાના ભગવાનપુર પોલીસ સ્ટેશન અંતર્ગત આવેલા અલીમર્દનપુર ગામની છે.

ઘટના પછી પરિવારના રોતા-કકળતા લોકો.
(ઘટના પછી પરિવારના રોતા-કકળતા લોકો.)

પોતાના જ પરિવાર પર કુહાડીથી હુમલો કરનારા આરોપીનું નામ અવધેશ ચૌધરી છે. હવે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. કસ્ટડીમાં સ્થાનિક હોસ્પિટલમાં જ તેની સારવાર ચાલી રહી છે. આરોપીએ જાતે જ કોલ કરીને પોલીસને સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. બાળકોની હત્યા કરીને અવધેશે પણ કોઈ ઝેરીલી વસ્તુ ખાઈ લીધી હતી.

આ ચાર બાળકના જીવ ગયા

અવધેશ ચૌધરીએ દીકરી જ્યોતિ કુમારી, દીકરો, અભિષેક કુમાર, મુકેશ કુમાર અને ભોલા કુમારની કુહાડી મારીને હત્યા કરી દીધી છે, જ્યારે બીજી દીકરી અંજલિ કુમારી અને પત્ની રીટા ગંભીર રીતે ઘાયલ છે. આ બંનેની હાલત ચિંતાજનક સ્થિતિમાં છે. સારી સારવાર માટે આ બંનેને પટના મોકલવામાં આવ્યાં છે. ભગવાનપુર હાટ પોલીસ સ્ટેશનના જણાવ્યા પ્રમાણે, ઘટના રવિવારે મોડી રાતે થઈ છે. પોલીસે અવધેશ ચૌધરીની પૂછપરછ કરી ત્યારે તેણે કોઈ વધારે માહિતી નથી આપી અને માત્ર એટલું જ કહ્યું છે કે બસ, ઈચ્છા થઈ તો કરી દીધું. દરેક લોશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

ડીએમ અને એસપીના નંબર પર કર્યો હતો કોલ

પકડાયા પછી અવધેશે વધુ એક વાત કહી છે. બાળકોની હત્યા પછી તેણે સિવાનના ડીએમ અને એસપીના મોબાઈલ નંબર પર કોલ કર્યો હતો, પરંતુ કોઈએ કોલ રિસીવ કર્યો નહોતો. ત્યાર પછી તેણે ભગવાનપુર હાટ પોલીસ સ્ટેશનમાં કોલ કર્યો અને જાતે જ પોલીસને માહિતી આપી હતી. ત્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સિવાનનો એસપી અભિનવ કુમાર રજા પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here