Tuesday, December 7, 2021
HomePUBGમાં ચીટર્સ અને હેકર્સની છુટ્ટી કરી દેશે Tencentનું મશીનની લર્નિંગ પ્રોસેસ
Array

PUBGમાં ચીટર્સ અને હેકર્સની છુટ્ટી કરી દેશે Tencentનું મશીનની લર્નિંગ પ્રોસેસ

ઓનલાઇન મલ્ટીપ્લેયર ગેમ PUBGનો નશો દરેક લોકોને ચઢી ગયો છે, તો બીજી બાજુ વધતા ચીટર્સ અને હેકર્સથી પણ ગેમર્સ ખૂબ પરેશાન છે. ઘણા બધા એવા ટૂલ્સ છે જેની મદદથી આ ગેમને હેક કરીને સરળતાથી જીતી શકાય છે. PUBG કૉર્પોરેશનના એન્ટી-ચીટ સ્ક્વોડે સ્ટીમ પર એને લઇને એક અપડેટ કર્યું છે અને એમાં ઘણા ટોપિક્સને કલર કરવામાં આવ્યા છે. એમાં જાણકારી આપવામાં આવી છે કે PUBG મોબાઇલ ગેમમાં છેડછાડ કરનાર ચીટ પ્રોગ્રામ્સને રોકવા માટે શું સ્ટેપ્સ લેવામાં આવ્યા છે.

રિપોર્ટમાં મશીન લર્નિંગનો પણ ઉલ્લેખ છે અને લખવામાં આવ્યું છે કે તમામ ડીટેલ્સ શેર કરવામાં આવી રહ્યા નથી, જેનાથી પ્રોસેસ દરેક લોકો જાણી ના શકાય. રિપોર્ટમાં એ પ્રોબ્લેમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ગેમર્સ PUBG રમતી વખતે ફેસ કરી રહ્યા છે અને એમના સંભાવિત સોલ્યૂશન્સ પણ એમા જણાવવામાં આવ્યા છે. PUBG એન્ટી-ચીટ સ્ક્વૉડ હવે ચીટર્સ અને ગેમને હેક કરનાર પર ક્રેક કરવા માટે ઘણા પ્રકારની તૈયારીઓ કરી રહ્યું છે. હાલ મોજૂદ સૉલ્યૂશન્સમાં ઘણા ફેરફાર કરીને અનઑથરાઇઝ્ડ પ્રોગ્રામ ડિટેક્શન સિસ્ટમને પણ ઇમ્પ્રૂવ કરવામાં આવી રહી છે.

PUBG ટીમે રિપોર્ટમાં જણાવ્યું કે કંપની ઘણા એન્ટી-ચીટ પ્રોગ્રામ્સ જેમ કે – BattlEye અને Uncheater ને ચીટિંગ અટેમ્પ્ટ્સ ડિટેક્ટ કરાવ માટે ઉપયોગ કરી ચૂકી છે. આ બંને પ્રોટેક્શન  સોફ્ટવેયર્સ ઉપરાંત ડેવલપર્સે એક મશીન લર્નિંગ ટેક્નિક પણ ડેવલપ કરી છે જે પ્લેયરની ગેમપ્લે પેટર્નને એનાલાઇઝ કરશે અને નૉર્મલ ગેમ ઓપરેશનથી અલગ એવનોર્મલ એક્શન્સને પણ નોટિસ કરી શકશે. એન્ટી-ચીટ ટીમ દરરોજ 3 ટેરબાઇચ ગેમ લોગને એનાલાઇઝ કરે છે.

આ રીતે લગભગ એક કરોડ રિપોર્ટ્સની ગેમ લોગ ડેટા ટીમ એનાલાઇઝ કરે છે. સાથે જ PUBG ટીમ દરેક ગેમ પર નજર રાખે છે, અને એ પોઇન્ટ્સને પણ મોનીટર કરી રહી છે જે યૂઝર્સને ચીટ કરવામાં મદદ કરે છે. જણાવી દઇએ કે ખૂબ જ જાણીતી આ ગેમ ભારતમાં વિવાદનો વિષય બની ગઇ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments