Thursday, October 21, 2021
HomePUBG ગેમ સામે 11 વર્ષના બાળકે બોમ્બે હાઈકોર્ટમાં PIL દાખલ કરી, બેન...
Array

PUBG ગેમ સામે 11 વર્ષના બાળકે બોમ્બે હાઈકોર્ટમાં PIL દાખલ કરી, બેન લગાવવા કરી ડિમાન્ડ

ગેજેટ ડેસ્ક. દેશભરમાં યુવાનો હાલ PUBG ગેમ પાછળ ખૂબ સમય બગાડી રહ્યા છે. તો આ ગેમ રમતા કેટલાંક યુવાનોના માનસ ઉપર આડ અસર થઈ હોવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવી ચૂક્યા છે. માત્ર એટલું જ નહીં પરંતુ તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ પરીક્ષા પે ચર્ચા ના બેનર હેઠળ યોજેલા કાર્યક્રમમાં એક મહિલાએ પણ આ ગેમને લઈને વડાપ્રધાનને સવાલ કર્યો હતો. હવે મુંબઈમાં એક 11 વર્ષનાં બાળકે આ ગેમ ઉપર બેન લાવવાની માંગ સાથે બોમ્બે હાઈકોર્ટમાં PIL(જાહેર હિતની અરજી) દાખલ કરી છે.

પબ્જી રમવાથી બાળકોમાં આક્રમકતા આવે છે

  • મુંબઈના અહમદ નિઝામા નામના 11 વર્ષના બાળકે દાખલ કરેલી અરજીમાં તેણે કહ્યું છે કે, પબ્જી ગેમ રમવાથી બાળકો અને યુવાનોના માનસ ઉપર હિંસા, આક્રમકતા તેમજ સાયબર દબંગાઈમાં દુષ્પ્રેરણ કરે છે. અહમદે પોતાની માતા મારફતે આ અરજી કોર્ટમાં લાખલ કરી છે.
  • અહમદે કોર્ટમાં દાખલ કરેલી જાહેર હિતની અરજી ઉપર કોર્ટમાં લડી રહેલા વકીલ તનવીર નિઝામાએ કહ્યું કે, આ બાબતમાં કેન્દ્ર સરકાર ઓલાઈન એથિક્સ કમિટિ બનાવવાની પરમીશન આપે તે માટેની રજૂઆત પણ કરવામાં આવી છે. જે કમિટી બન્યા પછી સમયાંતરે ઈન્ટરનેટ ઉપર આવતા આવા હિંસક કન્ટેન્ટની તપાસ કરતી રહેશે.
  • બાળકોમાં લાગેલા પબ્જી ગેમના વળગણને લઈને દિલ્હી પબ્લિક સ્કૂલે તો પોતાની સાયબર રીસર્ચ ટીમ બનાવી છે. જે ટીમ દેશભરમાં આવેલી ડીપીએસ સ્કૂલનાં વિદ્યાર્થીઓની ઓનલાઈન ગતિવિધિઓ ઉપર સતત નજર રાખે છે.
  • આ બાબતને લઈને એક મનોવૈજ્ઞાનિકનું કહેવું છે કે, પબ્જી જેવી ગેમ વધુ રમવાથી બાળકોનાં સ્વભાવ ઉપર પણ અસર પડે છે. આી ગેમ રમવાથી બાળકો વધુ ઉગ્ર સ્વભાવનાં બની જાય છે. જેના પગલે તેમનામાં લડાઈ ઝઘડાની વૃત્તિ પેદા થાય છે.
પબ્જી ગેમ વિશે થોડું

પબ્જી એ ઓનલાઈન મલ્ટિપ્લેયર ગેમ છે. જે અજાણ્યા બેટલગ્રાઉન્ડ ઉપર પણ રમી શકાય છે. જેમાં રમનારા બધા જ પ્લેયરે એક સાથે એક આઈલેન્ડ ઉપર ઉતારવામાં આવે છે. ત્યારબાદ તેઓ બધા એખબીજાને મારે છે. જે છેલ્લે બચી જાય તે વિજેતા જાહેર થાય છે. આઈલેન્ડ ઉપર ગયા પછી બીજા સામે લડવા માટે હથિયારો અને ગાડીઓ જાતે શોધવી પડે છે. આ ગેમ જેમ જેમ આગળ વધે તેમ તેમ આઈલેન્ડનો વિસ્તાર નાનો થતો જાય છે. તો સાથે સંતાવાની જગ્યા પણ નાની થતી જાય છે. આવા સંજોગોમાં એકબીજાને મારીને જે છેલ્લો બચે તે વિજેતા રહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments