PUBG Mobile પર આવ્યો Zombie મોડ, જાણો શું થશે અન્ય ફેરફાર

0
70

PUBG Mobile પોતાના યૂઝર્સ માટે સતત નવા ફીચર્સ અપડેટ કરી રહી છે. આ ક્રમમાં હવે Zombie mode ફીચર પણ એડ કરવામાં આવ્યું છે. યૂઝર આ ફીચરની રાહ ખૂબ લાંબા સમયથી જોઇ રહ્યા હતા. આ મોડને મોબાઇલ વર્ઝનમાં રોલઆઉટ કરવામાં આવ્યું છે. Zombie Mode 0.11.0 અપડેટનો ભાગ છે, આ હજુ બીટા વર્ઝનમાં જ ઉપલબ્ધ છે. એને જલ્દીથી પૂરી રીતે રોલ આઉટ કરવાની શક્યતા છે.

આ મોડ બેટલ રોયલ જેવું જ છે પરંતુ એમાં Zombie નું ટ્વિસ્ટ આપવામા આવ્યું છે.
એમાં પ્લેયર્સ બેસ Erangel મેપથી શરૂ કરશે. પ્લેયર્સ Zombie ના આર્મીને મારીને આઇટમ્સ અને રિસોર્સેજ એકત્રિત કરી શકશે. એક નવા રિપોર્ટનું માનીએ તો PUBG Mobile  અને Residebt Evil 2  ભાગીદારી કરી રહ્યા છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે Zombie Mode આ હેઠળ લોન્ચ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે આ મોડ લિમિટેડ ટાઇમ ઇવેન્ટ તરીકે લોન્ચ કરવામાં આવ્યું છે.

PUBG Mobile  ના Vikendi મેપમાં મૂનલાઇટ ફીચર આપવામાં આવશે. આ ગેમને વધારે સારી બનાવશે. આ ફીચર પ્લેયર્સને બીજા પ્લેયર્સને ટ્રેક અને સ્પોર્ટ કરવામાં મદદ કરશે. આ સાથે જ  Arcade Quick Matches માં Sanhok મેપને એડ કરવામાં આવશે.

કેટલાક PUBG PC ફીચર્સ Sanhok અને Vikendi ને PUBG Mobile માં લોન્ચ કરવામાં આવશે. PUBG Mobile Vikendi Snow map  સ્નોમોબાઇઉલ, નયા વેપન, સ્નો ફાઇટ વગેરે સાથે આવે છે. તો નવી અપડેટમાં PUBG     Mobile પ્લેયર્સને આઉટફિટ બોક્સ  III (7d) x1  અને ડાઉનલોડિંગ પર 1888 BP મળશે. આ ઉપરાંત Erangel Spawn Island પર ક્રયૂ ચેલેન્જ વિનર્સને નવી ડિસ્પ્લે આપવામાં આવશે. એટલે કે જે યૂઝર્સે PUBG સીઝન 1 જીતી છે એ હવે Spawn Island રમી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here