Sunday, November 28, 2021
Homeદહેગામ : તલોદ ડેપોને એસ.ટી ડેપો નો દરજ્જો આપવાની જનતાની માંગ.
Array

દહેગામ : તલોદ ડેપોને એસ.ટી ડેપો નો દરજ્જો આપવાની જનતાની માંગ.

તલોદ શહેરમાં આવેલી એસ.ટી ડેપો પોઇન્ટ બસોથી ચાલે છે.
એસટી ડેપો નો દરજ્જો અપાવવા શહેર અને તાલુકાની જનતાની માંગ.

 

 

તલોદ તાલુકો વેપાર દષ્ટિએ અગ્રતા ક્રમ ધરાવે છે. છેલ્લા ઘણા વર્ષોથી તલોદ ડેપોને એસ.ટી ડેપો નો દરજ્જો આપવામાં આવ્યો નથી. અને ફક્ત અને ફક્ત પોઇન્ટની બસો માટે ની સગવડ હોવાથી એસ.ટી ડેપો શોભાના ગાંઠિયા જેવો પુરવાર થઇ રહ્યો છે. તલોદ શહેર માં અને તાલુકામાં મોટા મોટા નેતાઓ આખા રાજકારણને હચમચાવી નાખે તેવા છે. તેમ છતાં આ એસ.ટી ડેપો નો કોઈ રણીધણી ના હોય તેવી પરિસ્થિતિ છે.

 

 

એમાં કોઈ નવાઈ નથી પરંતુ આ ડેપો ને તાલુકા એસ.ટી ડેપો નો દરજ્જો અપાવવામાં કેમ તાલુકા અને શહેર નું તંત્ર નિષ્ફળ જઇ રહ્યું છે. તેવી લોકોમાં ચર્ચાઓનો દોર વધી જવા પામ્યો છે. તો તલોદ શહેર અને તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યો અને અન્ય આગેવાનો ભેગા મળીને આ એસ.ટી ડેપો ની કાયા પલટ થાય તેનું વિચારો અને પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા માટે સ્થાનિક લોકોની માંગ થવા પામી છે. તલોદ તાલુકા અને શહેર માં સારા કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ પરેશાની નો સામનો કરી રહ્યા છે. તો તેમના અભ્યાસ સાથે ચેડાં ન થાય તેના માટે આ તલોદ એસ.ટી ડેપોને પોઇન્ટ નો દરજ્જો રદ કરાવી એસટી ડેપો નો દરજ્જો અપાવી તાલુકાની જનતાને દિલ જીતો એવી લોક લાગણી પ્રબળ બની છે.

 

 

કેમેરામેન ગીતા રાઠોડ સાથે વર્ષા ઠાકોર, CN24NEWS, તલોદ, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments