Home અમદાવાદ વિડિઓ : અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં જાહેરમાં ચાલતી દેશી દારૂ ની હાટડીઓ...

વિડિઓ : અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં જાહેરમાં ચાલતી દેશી દારૂ ની હાટડીઓ …….. કોની રહેમ નજર ???

0
231

CN24NEWS : PAWAN MAKAN

ગુજરાત ભરમાં જયારે લોકડાઉન ખુલ્લું કરી દેવામાં આવ્યું છે ત્યારે ફરી પાછા બુટલેગરો પણ બેફામ બની ગયા છે. અમદાવાદ ગ્રામ્યમાં આવતા અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કમોડ ગામમાં છેલ્લા ઘણા સમય અસલાલી પોલીસ સ્ટેશનની રહેમ નજર હેઠળ દેશી દારુની હાટડીયો શરુ કરી દેવામાં આવી છે.

કોની રહેમ નજર હેઠળ ચાલી રહેલ છે આ દેશી દારૂ ના અડ્ડાઓ ???
શું પ્રસાશન પણ આંખ આડા કાન કરી રહી છે કે પછી મોટો વહીવટ લઈ લીધેલ છે ?????

 

વિડિઓ : સ્ટિંગ : દેશી દારૂ નું વેચાણ

અમદાવાદ જિલ્લાના અસલાલી પોલીસ સ્ટેશન ની હદ માં આવેલ કમોડ ગામમાં રામસીંગ ઉર્ફે ઠુંઠીયો, અજય ચુનારા, પહેલાદ ચુનારા નામના બુટલેગરો જાહેરમાં દેશી દેશી દારૂ નો ધંધો કરે છે. કંટ્રોલ માં આ અડ્ડાઓની વિગત વાર માહિતી મેસેજ કર્યા છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. બુટલેગરો કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના ખુલ્લે આમ દેશી દારૂ વેચી રહ્યા છે.

વિડિઓ : સ્ટિંગ : દેશી દારૂ નું વેચાણ

કોની રહેમ નજર ???

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બુટલેગરો દ્વારા દેશી દારૂ નો ધંધો કરવા માટે અસલાલી પોલીસ સ્ટેશનના નાના અધિકારીઓ થી લઇ મોટા અધિકારોને મસમોટો હપ્તો આપવામાં આવે છે. હપ્તો મળતો હોવાથી પોલીસ કોઈ પણ જાતની કાયર્વાહી આ બુટલેગરો પર કરતી નથી અને કંટ્રોલ મેસેજ મળ્યા બાદ પોલીસે અધિકારી બુટલેગર ને જાણ કરી થોડા સમય માટે ધંધો બંધ કરાવી દેવામાં આવે છે અને ત્યારબાદ ફરી ચાલુ કરી દેવાની જાણ કરવામાં આવે છે. મળતી માહિતી મુજબ આ પોલીસ અધિકારોઓ કંટ્રોલ મેસેજ કરનારનો નંબર અને નામ બુટલેગરોને આપી દેવામાં આવે છે અને ત્યારબાદ આ બુટલેગરો કંટ્રોલ કરનારને ફરી મેસેજ ના કરવા જણાવે છે અને જો તે નહિ મને તો તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવે છે.

 

Live Scores Powered by Cn24news