ગાંધીનગર : દહેગામ તાલુકાના મોટા જલુંદ્રા ગામે ચાલતા દેશી દારૂના અડ્ડા પર જનતાની રેડ

0
6

 

દહેગામ તાલુકાના મોટા જલુંદ્રા ગામે આવેલ ડીડુડી તળાવમા છેલ્લા ૧૦ વર્ષથી ચાલતો દેશી દારૂનો અડ્ડો જનતાએ રેડ કરી ૫૦૦ જેટલા લોકો સ્થળ ઉપર જઈને ધંધો બંધ કરાવી પોલીસને બોલાવી.

દહેગામ તાલુકાના મોટા જલુંદ્રા ગામે છેલ્લા ૧૦ વર્ષથી ડીડુડી તળાવ પાસે ચાલતો દેશી દારૂનો અડ્ડો પોલીસની રહેમ હેઠળ ચાલતો હતો તે ધંધો આજે ગામના સરપંચ અને ૫૦૦ જેટલા લોકો ઘટના સ્થળે જઈને દેશી દારૂની ૨૦૦ જેટલી કોથડીઓ, માલના પીપડા અને વોશ તોડી પાડ્યા.

ગાંધીનગર જિલ્લા દહેગામ તાલુકાના મોટા જલુંદ્રા ગામે ગામના સરપંચ રોહીતભાઈ અને ૫૦૦ જેટલા ગ્રામજનોએ આજે ભેગા મળીને મોટા જલુંદ્રા ગામ પાસે આવેલ ડીડુડી તળાવમા છેલ્લા ૧૦ વર્ષથી ગીતા વિજભાઈ દંતાણી અને અરૂણા પસાભાઈ દંતાણી દેશી દારૂનો ધંધો ઉંચા પાયા ઉપર કરતા હતા અને હાલમા કોરો વાયરસનો રોગચાળો ચાલુ થતા આજે સવારે ૯ વાગે સમગ્ર ગ્રામજનો ભેગા મળીને આ ડીડુડી તળાવ પાસે આવીને જોતા અહીયા દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હતી અને ૧૦ જેટલા પીપડાઓમા દેશી દારૂનો સામાન ભરેલો હતો અને તેના ફટકરી અને અન્ય પદાર્થો જોવા મળ્યા હતા.

બાઈટ : રોહીતભાઈ પટેલ, સરપંચ, મોટા જલુંદ્રા

તેમજ આ સ્થળે ૨૦૦ જેટલી દેશી દારૂની કોથડીઓ અને ૪ જેટલા કેલબા દારૂના ભરેલા મોજુદ મળી આવ્યા હતા અને આ દારૂ બનાવવા માટે સ્પેશીયલ પાઈપલાઈન નાખવામા આવી હતી. અને આ પાઈપલાઈન મારફતે દેશી દારૂ બનતો હતો. અને આ દેશી દારૂ બનાવનાર ગીતા દંતાણીની પુછપરછ કરતા આ દારૂ ઝાક ગામમા હોલસેલ ભાવે વેચાતો હોવાની માહિતી સાંપડી છે. અને ગ્રામજનોએ છેલ્લા ઘણા સમયથી લાગતા વળગતા પોલીસંતત્રને જાણ કરવા છતા પોલીસતંત્ર નીષ્ક્રીય બનતા છેવટે આજે ગામના સરપંચ અને ગ્રામજનોએ રેડ કરીને આ દેશી દારૂની ભઠ્ઠીઓ પકડી પાડીને આ દારૂનો ધંધો સદંતર બંધ થાય તેના માટે ઉગ્ર રજુઆત કરી છે.

 

બાઈટ : જગદીશભાઈ રાવલ, નાગરીક, મોટા જલુંદ્રા

ઘટના સ્થળે જઈને ગામના સરપંચે પોલીસને બોલાવીને તમામ દારૂનો નાસ પોલીસ દ્વારા કરવામા આવ્યો હતો. અને દારૂનો ધંધો કરતા આ મહીલાઓ સામે કડકમા કડક કાર્યવાહી કરવા ગ્રામજનો એઅનુરોધ કર્યો છે. અને પોલીસે ઘટના સ્થળે આવી આ દેશી દારૂ બનાવતી મહીલા સામે ફરીયાદ નોધીને આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

  • છેલ્લા ૧૦ વર્ષથી મોટા જલુંદ્રા પાસે આવેલ ડીડુડી તળાવમા દેશી દારૂ ઉંચા પાયા ઉપર બનતો હતો તેથી હાલમા કોરોના વાયરસનો રોગચાળો વધતા ગ્રામજનોએ દેશી દારૂના ધંધા ઉપર રેડ કરી
  • ડીડુડી તળાવમાંથી દારૂ ગારવાનો વોશ, ૧૦ જેટલા પીપડા, દેશી દારૂની ૨૦૦ જેટલી કોથડીઓ, ૪ જેટલા કેલબામા ભરેલો દારૂનો નાસ કરાયો અને આ દારૂ ફરી ન ગળાય તેના માટે પોલીસને કડક સુચના આપી
  • આજે સવારે ૯ વાગે ગામના સરપંચ અને ગ્રામજનોએ ભેગા મળીને ૧૦ વર્ષથી ચાલતો દેશી દારૂનો ધંધો બંધ કરાવવા માટે ૫૦૦ જેટલા ગ્રામજનોનો વિરોધ કરીને આ ધંધો બંધ કરાવ્યો.
  • પોલીસની મીઠી નજરે ચાલતો દેશી દારૂનો ધંધો આજે બંધ કરાવતા લોકોમા ભારે ખુશી વ્યાપી જવા પામી
  • આ દેશી દારૂ દહેગામ તાલુકાના ઝાક ગામે હોલસેલ ભાવે વેપારીઓને આપવામા આવતો હતો.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here