ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં પુજારા અને હનુમા વિહારી દુબઈમાં છ દિવસ ક્વોરેન્ટાઈન રહેશે

0
0

આઈપીએલ બાદ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ઉપડવાની છે અને આ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં ઓછામાં ઓછા દિવસ ક્વોરેન્ટાઈન થવું પડે એ માટે વિકલ્પો વિચારી રહી છે. આ માટે યોજના એવી વિચારાઈ રહી છે કે ઓસ્ટ્રેલિયન પ્રવાસ માટષ મોટાભાગના લોકો યુએઈમાં બાયો સિક્યોર બબલમાં છે.

બાકીના કે જે રમવાના છે એવા ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટો ચેતેશ્વર પુજારા અને હનુમા વિહારી તેમજ રવિ શાસ્ત્રી સહિતનો કોચિંગ સ્ટાફ આ મહિનાના અંતમાં દુબઈ પહોંચી જાય અને એક અલગ બાયો સિક્યોર બબલ રચીને નિયમ પ્રમાણે છ દિવસ ક્વોરેન્ટાઈન રહે. ત્યારબાદ આખી ટીમને એ જ બબલમાં ચાર્ટર્ડ પ્લેનમાં ઓસ્ટ્રેલિયા પહોંચી શકે છે.

આમ કરવાની ભારતીય ક્રિકેટ બોર્ડને આશા છે કે ટીમને ક્વોરેન્ટાઈન પીરિયડમાંથી રાહત મળશે અને ટીમને મુકાબલાઓ પહેલાં પ્રેક્ટિસ માટે વધુ દિવસો મળી શકશે. જો કે આ બાબતે હજુ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ સાથે કોઈ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here