Tuesday, September 27, 2022
Homeદેશપંજાબ : રાજ્યપાલના આદેશ બાદ CM માને બોલાવી ધારાસભ્યોની બેઠક

પંજાબ : રાજ્યપાલના આદેશ બાદ CM માને બોલાવી ધારાસભ્યોની બેઠક

- Advertisement -

પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર યોજવાની આમ આદમી પાર્ટી (આપ) સરકારની યોજનાને બુધવારે નિષ્ફળ બનાવી હતી. ત્યારે આજે ભગવંત માનની સરકાર દ્વારા ઓપરેશન લોટસ સામે શાંતિ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 92 ધારાસભ્યો વિધાનસભાથી રાજભવન સુધી માર્ચ યોજશે. ભગવંત માને રાજ્યપાલના આ નિર્ણયની ટીકા કરતા લખ્યું હતું કે, રાજ્યપાલ વિધાનસભા ન ચાલવા દે તે દેશની લોકશાહી સામે સવાલ સર્જે છે… હવે લોકશાહીને કરોડો લોકો દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ ચલાવશે કે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી એક વ્યક્તિ… એક તરફ ભીમરાવજીનું બંધારણ અને બીજી બાજુ ઓપરેશન લોટસ.. જનતા બધું જોઈ રહી છે…

હકીકતે રાજ્યપાલે ગુરૂવારે વિશેષ સત્ર બોલાવવાના પાછલા આદેશને પાછો ખેંચી લીધો હતો. સાથે જ એમ કહ્યું હતું કે, કોંગ્રેસ અને ભાજપ દ્વારા રાજભવનનો સંપર્ક કરવામાં આવ્યો ત્યાર બાદ કાયદાકીય સલાહ માગવામાં આવી અને સદનના નિયમો પ્રમાણે તેની મંજૂરી નથી. રાજભવનના તાજેતરના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, વિધાનસભાના નિયમ પ્રમાણે માત્ર સરકારના પક્ષમાં વિશ્વાસ મત પારિત કરવા માટે સત્ર બોલાવવાની મંજૂરી નથી અપાતી.  રાજ્યપાલના નિર્ણય બાદ ભગવંત માને આગળની કાર્યવાહી નક્કી કરવા માટે વિધાનસભા પરિસરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી.

આમ આદમી પાર્ટી દ્વારા તાજેતરમાં જ એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ભાજપે તેમની 6 મહિના જૂની સરકારને પાડી દેવા માટે ઓપરેશન લોટસ ચલાવ્યું. જેના અંતર્ગત તેમના ઓછામાં ઓછા 10 ધારાસભ્યોનો સંપર્ક કરીને તેમને 25-25 કરોડ રૂપિયાની લાલચ આપવામાં આવી. પંજાબની 117 સદસ્યો ધરાવતી વિધાનસભામાં આપ પાસે ભારે બહુમતી છે. વિધાનસભામાં આપના 92, કોંગ્રેસના 18, શિઅદના 3, ભાજપના 2 અને બસપાના 1 સદસ્ય છે. વિધાનસભામાં એક અપક્ષ સદસ્ય પણ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular