કોરોનાવાયરસ : પંજાબમાં 5800 કેદીઓ મુક્ત થઇ શકે છે, જેલ મંત્રીએ સરકારને પ્રસ્તાવ મોકલ્યો

0
14

નેશનલ ડેસ્ક: પંજાબ સરકાર 5800 કેદીઓને મુક્ત કરી શકે છે. પ્રદેશના જેલ મંત્રી સુખજિંદરસિંહ રંધાવાએ કહ્યું કે આ મુદ્દે સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં તેમણે જેલમાંથી લગભગ 5800 કેદીઓને મુક્ત કરવાની ભલામણ કરી છે.આ પ્રસ્તાવ કોરોનાવાયરસની સમસ્યાને લઇને મોકલવામાં આવ્યો છે.

તેમાંથી 2800 કેદી એવા છે જેઓ ચેન સ્નેચિંગ જેવા નાના-મોટા ગુનાઓમાં કેદ છે. 3000 કેદી અમુક ગ્રામ નશા સાથે પકડાયેલા છે. દરેક ડીજીપી, એડીજીપી અને એસપી સાથે આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી રહી છે. દરેકની સહમતિ હશે તો જ કોઇ નિર્ણય પર પહોંચી શકાશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here