Monday, December 5, 2022
Homeગુજરાતરાજપીપળા : પંજાબના મુખ્યમંત્રી ભગવતસિંહ માનનો યોજાયો રોડ શો

રાજપીપળા : પંજાબના મુખ્યમંત્રી ભગવતસિંહ માનનો યોજાયો રોડ શો

- Advertisement -

પંજાબના મુખ્યમંત્રી ભગવતસિંહ માનનો યોજાયો રોડ શો
નાંદોદ બેઠકના AAP પાર્ટી ઉમેદવારના પ્રચાર અર્થે યોજાયો રોડ શો
સભા સંબોધી ભગવતસિંહ માને કર્યો હુંકાર

 

ગુજરાત વિધાનસભાની ચુટંણીનું પ્રથમ ચારણનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાવાને માત્ર 6 દિવસ બાકી હોવાને લઇ તમામ રાજકીય પાર્ટીઓ જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આજરોજ નર્મદા જીલ્લાના રાજપીપળા ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો.પ્રફુલ વસાવાના પ્રચાર માટે પંજાબના મુખ્ય મંત્રી ભગવતસિંહ માન દ્વારા નાંદોદ વિધાન સભા મતવિસ્તારમાં આવતા રાજપીપલા શહેર ખાતે રોડ શો કરવામાં આવ્યો હતો.

 

રાજપીપળા માં હરસિધ્ધિ માતાજીના મંદિરથી સંતોષ ચાર રસ્તા પાસેથી રોડ શો નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સફેદ ટાવર ખાતે પહોંચી જાહેર જનતા ને માંગ દ્વારા સંબોધીને ભાજપ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે મફત વીજળી પાણી આરોગ્ય સુવિધા સાથે અમારી સરકાર બનવાથી કોઈ પેપર લીક નહિ થાય અને કોન્ટ્રાકટ પદ્ધતિ રદ કરી કર્મચારીઓને રેગ્યુલર કરીશું આવા અનેક કામો ગુજરાતમાં કરવાની ખાત્રી આપવામાં આવી હતી.

બાઈટ : ભગવતસિંહ માન, મુખ્યમંત્રી, પંજાબ

જેનાથી ગુજરાતની જનતા છેલ્લા 32 વર્ષથી જે મળી રહ્યું નથી તે એક વાર કેજરીવાલને 5 વર્ષ આપો તો ગુજરાતનો સાચો વિકાસ દેખાડીશું. બાકી યોગ્ય ના લાગે તો 5 વર્ષ બાદ આવનાર ચૂંટણી દરમિયાન આપની સરકાને ઉખાડી ફેંકજો એવો હુંકાર કરવામાં આવ્યો હતો. જો કે આજરોજ રાજપીપળા ખાતે યોજાયેલા આપના રોડ શો માટે લગાડાયેલા તોરણો ઝંડીઓ લગાડવાની પરવાનગી ન મળતાં તોરણો ઉતારવા પડ્યાહતા જેની સામે આપ પાર્ટી દ્વારા નારજગી વ્યક્ત કરવામાં આવી હતી

 

રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular