Friday, April 19, 2024
Homeરાજનીતિપંજાબ : CM ચન્નીએ પંજાબમાં શરૂ કરી મારુ ઘર-મારા નામે યોજના

પંજાબ : CM ચન્નીએ પંજાબમાં શરૂ કરી મારુ ઘર-મારા નામે યોજના

- Advertisement -

 

પંજાબમાં લાલ રેખા હેઠળ રહેતા લોકો હવે તે ઘરના માલિક બનશે. પંજાબ સરકારે આ માટે મારુ ઘર-મારા નામે યોજના શરૂ કરી છે. સોમવારે કેબિનેટે તેને મંજૂરી આપી હતી. ત્યારબાદ સીએમ ચરણજીત ચન્નીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને નિર્ણય અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પહેલા આ યોજના માત્ર ગામો સુધી મર્યાદિત હતી, પરંતુ હવે તેને શહેરોમાં પણ વિસ્તૃત કરવામાં આવી છે. સીએમ ચન્નીએ પોતાના પિતૃક ઘર વિશે પણ જણાવ્યું. તેમણે કહ્યું કે તેમનું પિતૃક ઘર પણ લાલ હેઠળ છે, તેથી આજે પણ તે ઘર તેમના પિતાના નામે નથી.

મુખ્યમંત્રી ચન્નીએ કહ્યું કે ડ્રોન દ્વારા પંજાબ સરકાર નકશો તૈયાર કરાવશે. જે તે ગામ કે શહેરના ભાગની બહાર લગાવવામાં આવશે. જો કોઈને કોઈ વાંધો હોય તો તે 15 દિવસમાં જણાવી શકે છે.આ પછી લોકોને તેના માલિક બનાવવામાં આવશે. આ પછી, તેના પર લોન લઈ શકશે. આ સિવાય પંચાયતી જમીનોની પણ ઓળખ કરવામાં આવશે.

કેબિનેટની બેઠક દરમિયાન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને અન્ય મંત્રીઓ.
કેબિનેટની બેઠક દરમિયાન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને અન્ય મંત્રીઓ.

NRIs માટે મોટો નિર્ણય
સીએમ ચન્નીએ કહ્યું કે પંજાબમાં જ્યાં પણ NRIs પાસે જમીન અથવા મકાનો છે, તેઓની ઓળખ પણ કરવામાં આવશે અને જમીનના રેકોર્ડમાં દાખલ કરવામાં આવશે. આ પછી કોઈ તેના માલિક સાથે છેડછાડ કરી શકે નહીં. આ નિર્ણય મહત્વનો છે કારણ કે NRIsની જમીનો પર વારંવાર અતિક્રમણના કિસ્સાઓ બને છે. જે બાદમાં તેમને મિલકત છૂટી કરાવવા માટે પોલીસ અને કોર્ટના ચક્કર લગાવવા પડે છે.

દરેક કેટેગરી માટે 2 kW સુધીનું બિલ માફ કરાયું
સીએમ ચન્નીએ સ્પષ્ટતા કરી કે પંજાબ સરકારના 2 કિલોવોટ સુધીના વીજળીના જૂના બાકી બિલ બધા માટે માફ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ નિર્ણય કોઈપણ એક ધર્મ અને જાતિ માટે નથી,પરંતુ દરેક કેટેગરીના પરિવારોને તેનો લાભ મળશે.

અધિકારીઓએ પાસેથી મને કામ લેવાનું આવડે છે
સરકારની યોજનાઓને જમીન સ્તરે લાગુ કરવા માટે અધિકારીઓની રુચિ ન હોવાના સવાલ પર CM ચન્નીએ સ્પષ્ટ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ ત્રણ વખત કાઉન્સિલર રહ્યા છે. તેમણે કહ્યું કે મને ચોકસાઈપૂર્વક કામ કરવાનો અનુભવ છે. માટે તે સારી રીતે ખબર છે કે અધિકારીઓએ પાસેથી કેવી રીતે કામ લેવાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular