પંજાબ મેલનુ કપલિંગ તૂટી જતા, 7 ડબ્બા જંગલમાં જ છૂટી ગયા…

0
20

નવી દિલ્હી, 24 જાન્યુઆરી હરદાના રેલ્વે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ. અહી ફિરોજપુર થી મુંબઈ જતી પંજાબ મેલની, કપલિંગ તૂટી જવાથી ટ્રેન બે ભાગમા વહેચાઈ ગઈ. 17 ડબ્બા સાથે જ ટ્રેન, સ્ટેશન પહોંચી. જયારે તેના બીજા 7 ડબ્બા સ્ટેશનથી દૂર જંગલમાં જ છૂટી ગયા. આ સમાચાર મળતા જ ખળભળાટ મચી ગયો. ટ્રેનને ફરી પાછળ લઇ જવાઈ, અને છુટેલા 7 ડબ્બાને જોડી ફરી, તેને હરદા રેલ્વે સ્ટેશન પર લાવવામાં આવી. તેના સમારકામ બાદ રાતના 12:45 મિનિટે તે ત્યાંથી રવાના થઇ.

 

ટ્રેન બે ભાગમાં વહેચાતા એટલા જોરથી મુસાફરોને ઝટકો તો લાગ્યો હતો કે, ઉપરના સીટ પર સુતેલા ઘણા નીચે પડી ગયા હતા. કેટલાકને હાથમાં તો કેટલાકને પગમાં વાગ્યુ હતુ. તો કેટલાકને મૂઢ માર પણ વાગ્યો હતો. અંધારું હોવાને કારણે, લોકોમાં ભાગદોડી મચી ગઈ. રેલ્વેને તરત જ સૂચના મોકલવામા આવી. રેલવેનો સ્ટાફ તરત ઘટના સ્થળે આવી પહોંચ્યો. તપાસમાં એ વાત ખબર પડી કે, ટ્રેન બે વિભાગમાં વહેચાઈ ગઈ છે. તેના 7 ડબ્બા હરદા રેલ્વે સ્ટેશન પહેલાના ઓવરબ્રિજ પાસે જ રહી ગયા છે.

અહીના એએસએમ રામેશ્વર સિંહે જણાવ્યુ કે, ‘પંજાબ મેલના એસ-5 બોગીની સ્પેયર કપલિંગ તૂટી ગઈ છે. 17 ડબ્બા સાથે તેને પાછી લઇ જઈ, છુટેલા 7 ડબ્બા જોડી ફરી તેને હરદા સ્ટેશન લાવવામા આવી.  સમારકામ બાદ, રાતના  તેને રવાના કરી દેવામા આવી.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here