Thursday, September 23, 2021
Homeપંજાબ નેશનલ બેંકે 10 પાસ ઉમેદવારો માટે ભરતીની જાહેરાત કરી
Array

પંજાબ નેશનલ બેંકે 10 પાસ ઉમેદવારો માટે ભરતીની જાહેરાત કરી

પંજાબ નેશનલ બેંકે સ્વીપરના 23 પદો પર ભરતી માટે અરજી મંગાવી છે. આ પદો માટે એપ્લિકેશન પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો 17 એપ્રિલ સુધી અરજી કરી શકે છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ડેડલાઈન પહેલાં ઓફલાઈન મોડમાં અરજી કરી શકે છે.

પદોની સંખ્યા: 23

યોગ્યતા…

આ પદો માટે અરજી કરનાર ઉમેદવારોએ 10 પાસ કરેલું હોવું જરૂરી છે. વધુ માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

વય મર્યાદા…

અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 1 જાન્યુઆરી 2021ના રોજ 18થી 24 વર્ષની હોવી જોઈએ. જોકે રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને તેમાં કેટલીક છૂટછાટ મળશે.

સિલેક્શન પ્રોસેસ…

આ પદો પર અરજી કરનાર ઉમેદવારોની પસંદગી સિલેક્શન ટેસ્ટ/મેરિટ લિસ્ટ/ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનના આધારે કરવામાં આવશે.

એપ્લિકેશન ફી…

આ ભરતી માટે ઉમેદવારોએ કોઈ ફી આપવી નહિ પડે.

આ રીતે અરજી કરો…

યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટનાં માધ્યમથી એપ્લિકેશન ફોર્મ ભરી સંબંધિત ડોક્યુમેન્ટ્સ સાથે નીચે આપેલા એડ્રેસ પર ડેડલાઈન સુધીમાં મોકલવાના રહેશે.

એડ્રેસ: HRD ડિપાર્ટમેન્ટ, સર્કલ ઓફિસ, તિરુવનંતપુરમ, વૈશ્નવી ટાવર, બાયપાસ રોડ, કુમારીચંઠા, અમલથરા, તિરુવનંતપુરમ, 695 026

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments