Friday, September 17, 2021
Homeપંજાબ : કોંગ્રેસના સુકાની બન્યા પછી સિદ્ધુ અને રાજ્યના મુખ્યપ્રધાન કેપ્ટન વચ્ચે...
Array

પંજાબ : કોંગ્રેસના સુકાની બન્યા પછી સિદ્ધુ અને રાજ્યના મુખ્યપ્રધાન કેપ્ટન વચ્ચે પહેલી બેઠક

પંજાબ કોંગ્રેસના સુકાની બન્યા પછી નવજોતસિંહ સિદ્ધુ અને રાજ્યના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર વચ્ચે પહેલી સત્તાવાર બેઠક ચંદીગઢ સ્થિત પંજાબ સચિવાલયમાં બપોરે સાડા ત્રણ વાગ્યાથી શરુ થઈ ગઈ છે. મુખ્યમંત્રી અમરિન્દરસિંહ આ બેઠકમાં સામેલ થવા માટે તેમના ફાર્મહાઉસથી સચિવાલય પહોંચ્યા છે.

ઉલ્લેખનીય છે કે પહેલા દિવસે નવજોતસિંહ સિદ્ધુએ કમાન સંભાળી હતી ત્યારે આયોજિત કાર્યક્રમમાં સીએમ અમરિન્દરસિંહ પહોંચ્યા હતા. આ પહેલા સતત કોંગ્રેસના આંતરિક કલહની ખબર અખબારોમાં છવાયેલી રહી હતી. અમરિન્દરસિંહની મરજી વિરુદ્ધ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષની કમાન નવજોતસિંહ સિદ્ધુને સોંપવામાં આવી હતી. પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષને મજબૂત કરવાની દિશામાં કોંગ્રેસના આ પગલાંને મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે.

મહત્ત્વની વાત એ  છે કે સિદ્ધુના અધ્યક્ષ બનવાના સમારંભ દરમિયાન પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે પાકિસ્તાનને મોટો ભય ગણાવ્યો હતો. કેપ્ટને જણાવ્યું હતું કે પંજાબની ૬૦૦ કિલોમીટરની સરહદ પાકિસ્તાન સાથે લાગેલી છે અને અમારે સિક્યોરિટીનું આયોજન કરવાનું છે.

પંજાબ કોંગ્રેસમાં સીએમ કેપ્ટન અમરિન્દર અને નવજોતસિહ સિદ્ધુ વચ્ચે લાંબા સમય સુધી તલવારો ખેંચાયેલી રહી હતી. છેલ્લા પાંચ મહિનાથી તેઓએ વાત પણ કરી ન હતી. સિદ્ધુએ મંત્રીમંડળમાંથી રાજીનામુ આપ્યા પછી સતત કેપ્ટન પર હુમલા કર્યા હતા. જ્યારે સોનિયા ગાંધીની વાત માનતા પહેલા કેપ્ટનનો આગ્રહ હતો કે સિદ્ધુ તેમની માફી માંગે. પરંતુ સિદ્ધુએ માફી માંગી ન હતી. જો કે એક સમયે પંજાબ કોંગ્રેસના સુકાની પદે સિદ્ધુની તાજપોશીથી નારાજ કેપ્ટન અમરિન્દર પછી માની ગયા હતા. બંને વચ્ચેના અણબનાવને ધ્યાનમાં લઈને હાલમાં બંને વચ્ચે યોજાયેલી બેઠકને ઘણી મહત્ત્વની માનવામાં આવે છે. આ ઉપરાંત આ બેઠકને પંજાબમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા બેઠકની ચૂંટણીને લઈને મહત્ત્વની માનવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments