પંજાબી સ્ટાઈલની વાનગીઓ

0
40

પાલખ પકોડા કરી

પેસ્ટ માટેની સામગ્રી :

૧/૨ ખમણેલું નાળિયેર, ૬ લીલાં મરચાં, ૧ ટુકડો આદું, ૪ લાલ મરચાં,૧ ચમચો ચણાની દાળ, ૧ ચમચો ધાણા, ૧ ચમચી જીરું, ૧ કપ કોથમીર.

૧. કોથમીર – મરચાં સિવાય બધું શેકવું બધું ભેગું કરી ચટણી વાટવી.

૨. ઘી ગરમ કરવું. કાંદા સાંતળવા. મેથી નાંખવી. કાજુના ટુકડા નાંખવા. વાટેલી પેસ્ટ અને પાણી નાંખવું. આંબલીનું પાણી નાંખવું. પાલખની ચટણી નાંખવી. બધો મસાલો નાંખી ઉકાળવું. પકોડી મૂકી પાંચ મિનિટ ઉકાળવું. ગરમ આપવું.

પાલખની ચટણી રીત પ્રમાણે કરવી. પકોડી નાની બનાવવી. ગરમ પૂરી અથવા પરોઠા સાથે આપવી.

સામગ્રી :

૩/૪ કપ ચણાનો લોટ, ૧ ચમચો લાલ મરચું, ૧ ચમચી વાટેલા આદું-મરચાં, ૧/૨ ચમચી મીઠું, ૧ કપ બારીક કરેલી કોથમીર, ૧ ચમચો ગરમ તેલ, પ્રમાણસર પાણી તળવા માટે તેલ ચણાના લોટમાં બધો મસાલો ભેગો કરવો. પાણીથી ભજીયા જેવું ખીરું બનાવવું. ગરમ તેલ નાંખી, હલાવી નાની પકોડી તળવી.

ગ્રેવી :

૩ ઝૂડી પાલખ ભાજી, ૨ ચમચા ઘી, ૨ મધ્યમ બારીક કરેલા કાંદા, ૧ ચમચો સાકર (૧ ચમચો આંબલી), ૧ કપ પાણીમાં પલાળવી), ૧/૨ ચમચી મેથીના દાણા. ૧૦ કાજુના ટુકડા કરવા. પ્રમાણસર મીઠું, વાટેલી પેસ્ટ, ૨ કપ પાણી. પાલખનીરીત પ્રમાણે ચટણી વાટવી..

 

બૈગન ભરતા

સામગ્રી :

૧ કિલો ભરતાનાં રીંગણ, ૪૦૦ ગ્રામ ટમેટા, ૬ લીલા કાંદા, ૭ કળી લસણ, ૧/૨ ચમચી જીરું, ૨ ચમચા ઘી, પ્રમાણસર મીઠું, ૨ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી હળદર.

રીત :

રીંગણને તેલ લગાડી, સગડી પર અથવા ગેસ ઉપર શેકવું. ઠંડુ પડે પછી છાલ કાઢી, સૂપના સંચાની વચલી જાળીથી છીણી લેવું. ટમેટાને ગરમ પાણીમાં મૂકી, છાલ કાઢી, બારીક કરવા. કાંદા બારીક કરવા, લસણ ખાંડવું, (ઓવનમાં શેકવું હોય તો એલ્યુમિનિયમ ફોઈલમાં વીંટી, મધ્યમ તાપે ૫૦ મિનિટ રાખવું.)

ઘી ગરમ કરવું, જીરું નાંખવું, હલાવવું, રીંગણનો માવો અને બધો મસાલો નાંખવો. ગરમ આપવું. બૈગન ભરતા ગરમ જ સારું લાગે. ગરમ પરોઠા અથવા ગરમ બાજરીના રોટલા સાથે આપી શકાય. રીંગણ બી વગરના ખરીદવાં. ટમેટાની જગાએ દહીં વાપરો તો ગુજરાતી ભરતા થશે.

 

મટર ખોયા કોરમા

સામગ્રી :

૭૫૦ ગ્રામ વટાણા, ૨૫૦ ગ્રામ માવો, ૧ કપ બારીક કરેલી કોથમીર, ચપટી ખાવાનો સોડા, ૧ ચમચી તાજું શેકેલું ધાણાજીરું, પ્રમાણસર મીઠું, ૧ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી સૂંઠનો ભૂકો, ૧/૨ ચમચી હળદર, ૧/૨ કપ પાણી, ૩ ચમચા ઘી.

ખાંડવાનો મસાલો :

૬ ઈલાયચી, ૩ ટુકડા તજ, ૬ લવિંગ.

વટાણાને સહેજ સોડા નાંખી સીજવવા. પાણી નિતારી બાજુ પર રાખવા. ઘી ગરમ કરવું. માવો હાથેથી છૂટો કરી નાંખવો. પાંચ મિનિટ મધ્યમ તાપે હલાવવું. બધો મસાલો નાંખી ૧/૨ કપ પાણી નાંખવું. વટાણા નાંખવા. કોથમીર નાંખી આપવું.

કોરમા ઉપયોગમાં લેતી વખતે જ બનાવવા. ગરમ પૂરી અથવા પરોઠા સાથે આપવા.

બધું તૈયાર રાખવું. માવો તાજો લેવો. ધાણા અને જીરું (૧ ચમચો + ૧ ચમચી) શેકી ખાંડવું. વટાણાની મોસમ ન હોય તો ફ્રોઝન વટાણાનું પેકેટ લેવું. ઊકળતા પાણીમાં ફ્રોઝન વટાણા મૂકી, દસ મિનિટ ઉકાળી, ઉપયોગમાં લેવા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here