ન્યૂયોર્કમાં પંજાબ : અહીં પંજાબીઓને એટલું માન આપવામાં આવ્યું કે એક ગલીનું નામ રાખવામાં આવ્યું ‘પંજાબ એવન્યુ’.

0
15

23 ઓક્ટોબર 2020નો દિવસ ન્યૂયોર્કમાં વસતા પંજાબીઓ અને ભારતીયો માટે ગૌરવશાળી રહ્યો હતો. આ દિવસે ન્યૂયોર્કમાં એક ગલીનું નામ ત્યાં રહેતા પંજાબી સમુદાયના સન્માનમાં ‘પંજાબ એવન્યુ’ રાખવામાં આવ્યું છે. એનાથી ન્યૂયોર્કમાં રહેતા પંજાબી સમુદાયના લોકોને નવી ઓળખ પણ મળી છે.

હકીકતમાં ન્યૂયોર્કના Richmond Hillમાં હજારો પંજાબીઓ રહે છે. આ વિસ્તારના ડેવલપમેન્ટ તેમનું બહુ મોટું યોગદાન છે. આ સમુદાયના સન્માનમાં અહીંની 101 Avenueને ‘પંજાબ એવન્યુ’ ઉપનામ આપવામાં આવ્યું છે.

અહીં Lefferts Boulevard અને 113 Street વચ્ચે બે ગુરુદ્વારા પણ આવેલાં છે. એટલું જ નહીં, આ વિસ્તારમાં ઘણા પંજાબીઓની દુકાનો પણ આવેલી છે. જ્યારે આ ગલીને પંજાબ એવન્યુ નામ આપવામાં આવ્યું ત્યારે તેના ઉદઘાટન સમારોહમાં નગર પરિષદના સભ્ય ડેવિડ વેપરિન, ગુરુદ્વારા શીખ કલ્ચર સોસાયટીના સભ્ય અને અન્ય પ્રખ્યાત વ્યક્તિઓ પણ સામેલ થઈ હતી.

આ કાર્યક્રમને ઘણાં સ્થાનિક અને વિદેશી મીડિયાએ કવર કર્યો હતો. CBS ન્યૂયોર્ક પ્રમાણે, પંજાબી સમુદાયને આ સન્માન અપાવવામાં ડેવિડ વેપરિન અને ઘણા દક્ષિણ એશિયાઈ સમુદાયનું મોટું યોગદાન છે. તેઓ છેલ્લાં બે વર્ષથી આના માટે પ્રયત્ન કરી રહ્યા હતા. તેના માટે ઘણી વખત ન્યૂયોર્ક સિટી કાઉન્સિલને પ્રસ્તાવ મોકલવામાં આવ્યા હતા.

સોશિયલ મીડિયા પર પણ ઘણા લોકોએ આ ઘટનાનાં વખાણ કર્યાં છે

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here