રાજકોટ જિલ્લાના 22 કેન્દ્ર પર ટેકાના ભાવથી મગફળીની ખરીદી શરૂ, જૂના માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ દિવસે 9 ખેડૂતો જ મગફળી વેચવા આવ્યા

0
36

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા રાજકોટ સહિત જિલ્લાભરમાં મગફળીનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ત્યારે રાજકોટ જિલ્લામાં આજથી 22 કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જો કે પ્રથમ દિવસે જ રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં નબળો પ્રતિસાદ જોવા મળ્યો છે. યાર્ડમાં પડધરી, લોધીકા અને રાજકોટ તાલુકાના 9 ખેડૂતો જ મગફળી વેચવા આવ્યા છે. મહત્વનું છે કે ખેડૂતોને ખુલ્લા બજારમાં 1200થી 1300 રૂપિયા ભાવ મળી રહ્યો છે. જેથી ટેકાના ભાવે મગફળી વેચવાના બદલે ખેડૂતો ખુલ્લા બજારમાં મગફળી વેચી રહ્યાં છે.

પુરવઠા વિભાગ દ્વારા CCTV દ્વારા મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે

એક ખરીદી કેન્દ્ર પર 7 કર્મચારી મૂકવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં 97 હજાર ખેડૂતે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પ્રથમ તબક્કે 20-20 ખેડૂતને બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. સરળતા રહે એ માટે દરેક ખેડૂતને SMSથી જાણ કરવામાં આવશે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેના માટે પુરવઠા વિભાગ દ્વારા CCTV દ્વારા મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.

એક કેન્દ્રમાં 1 અધિકારી સહિત 7 કર્મચારી ફરજ બજાવશે

આજથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે. રાજકોટમાં એક કેન્દ્રમાં એક અધિકારી સહિત 7 કર્મચારી ફરજ બજાવશે. કેન્દ્ર પર CCTVથી મોનિટરીંગ કરવામાં આવશે. પહેલા 2-3 દિવસ 20-20 ખેડૂતોને બોલાવવામાં આવશે. જે બાદ 50-70 ખેડૂતોને બોલાવવામાં આવશે. પુરવઠા વિભાગ દ્વારા 140 ગોદામ ભાડે રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં 95 હજારથી વધુ ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.

ખરીદીની પ્રક્રિયા 90 દિવસ સુધી ચાલશે

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા સમગ્ર રાજ્યમાં મગફળીનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. સરકાર આજથી મગફળીની પ્રતિ મણ રૂ.1055ના ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરી છે. આ ખરીદીની પ્રક્રિયા 90 દિવસ સુધી ચાલશે. દરેક ખેડૂત પાસેથી 2500 કિલો મગફળી ખરીદ કરી શકાશે. મહત્વનું છે કે આ વર્ષે રાજકોટ જિલ્લામાં ગત વર્ષ કરતા 15થી વધુ ખેડૂતોએ મગફળીનું રજિસ્ટ્રેશન થયું છે.

રાજકોટ બેડી યાર્ડમાં મગફળીની આવક બંધ કરાઈ

રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલક આવક થઈ રહી છે. ત્યારે આજે મગફળીની આવક બંધ કરવામાં આવી છે. 2 લાખ ગુણી આવક થતાં યાર્ડમાં મગફળીની આવક બંધ કરવામાં આવી છે. 5 દિવસ સુધી આવક બંધ રાખવી પડે તેવી સ્થિતિ છે. એક દિવસમાં યાર્ડમાં 20 હજાર ગુણીની હરાજી થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here