રાહુલ ગાંધી પર કેસ કરનારા ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં હાજરી પછી કહ્યું કે…

0
23

શ્રીમાન રાહુલજી, આજે કોર્ટમાં હાજર રહ્યાં છે. આવી સંસ્કારી ભાષા સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ માેદીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ માટે વાપરી હતી અને મીડીયા સમક્ષ આખા પોતાના નિવેદનમાં તેમને સન્માન આપ્યું હતું અને જરા પણ તોછડાઈ કે ઉતારી પાડતો શબ્દ ઉચ્ચાર્યો ન હતો. આ અંગે ધારાસભ્ય પૂર્ણેશ મોદીને અમે પૂછયું કે તમારા સમાજનું અપમાન કરનારને શ્રીમાન અને જી કેમ? ત્યારે તેમણે એકદમ શાંત ચિત્તે કહ્યું હતું કે, તેમની અપમાનજનક ભાષા અંગે કોર્ટ કેસ અલગ બાબત છે અને જાહેર જીવન અલગ બાબત છે. જાહેર જીવનમાં ઉચ્ચ સ્થાને રહેલી વ્યક્તિને સન્માન આપવું જ જોઈએ અને મેં તે કર્યું છે.

કેસમાં હવે રાહુલે ગુનો કબૂલ કર્યો નથી અને આગળ જતા જો તે માફી અંગે રજૂઆત કરે તો તમે ફરિયાદી તરીકે આપશો કે સમાજ આપશે? તે મતલબના સવાલનો જવાબ આપતા પૂર્ણેશ મોદીએ કહ્યું કે એ અંગે હજી કંઈ વિચાર્યુ નથી અને તે અંગે કોઈ ચર્ચા પણ સમાજ વચ્ચે કરાઈ નથી.હાલ રાહુલ ગાંધીએ ગુનો કબૂલ ન કરી હંમેશા કેસમાં હાજરી ન આપવામાંથી મુક્તિ માંગી છે અને તેમાં અમારા વકીલોએ વાંધો ઉઠાવ્યો છે અને તેની સુનાવણી આગામી 10 ડિસેમ્બર 2019 એ રાખવામાં આવી છે.

રાહુલ 10-30એ કોર્ટમાં પહોંચ્યા, 10:45એ જજ આવ્યા અને 15 મિનિટ બાદ બહાર નીકળ્યા હતા

રાહુલ ગાંધી કોર્ટ ખુલવાના ચોક્કસ સમય 10:30એ કોર્ટમાં પ્રવેશ કર્યો હતો. તેઓ 15 મિનિટ અંદર બેઠા અને જજ આવતા તેમને અરજી વાંચી સંભળાવી અને રાહુલને નામ, સરનામું અને ઉંમર પૂછી અન્પુ બાદમાં પુછ્યુ કે તમને આ ગુનો કબૂલ છે? રાહુલે ઈન્કાર કર્યો અને તેના દસ્તાવેજ પર સહી કરી. આ પ્રક્રિયામાં બીજી 15 મિનિટ નીકળી અને રાહુલ ફરી એરપોર્ટ જવા રવાના થયા. તે પહેલા તેમનું પાંચ જગ્યાએ સ્વાગત થયું. રાહુલના વકીલ કિરિટ પાનવાળાએ કહ્યું કે, રાહુલને કોર્ટ કાર્યવાહીમાં હાજર રહેવામાંથી મુક્તિ આપવા અને તેમના વતી વકીલ હાજર રહે તેવી અરજી અપાઈ છે અને તે કોર્ટે સ્વીકારી છે. હવે તેના પર 10 ડિસેમ્બર 2019ના રોજ સુનાવણી થશે. આ અરજીનો પૂર્ણેશ મોદીના વકીલે વિરોધ કર્યો છે અને ફરજિયાત હાજરી માટે દાદ માંગી છે. પાનવાળાએ કહ્યું કે આ એક રીતે સમન્સ ટ્રાયેબલ કેસ છે અને તેમાં ટેક્નીકલી ચાર્જફ્રેમનો સ્ટેજ આવી જાય છે.

શું છે મામલો?

લોકસભાની ચૂંટણી દરમિયાન બેંગ્લોરથી 100 કિમી દૂર તા. 13 એપ્રિલ 2019ના રોજ યોજાયેલી એક જાહેર સભામાં રાહુલ ગાંધીએ મંચ પરથી સભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી નીરવ મોદી, લલિત મોદી, મેહુલ ચોકસી અને વિજય માલ્યા સાથે કરતા કહ્યું હતું કે બધા ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે? ઉપરાંત રાફેલ સોદા મામલે મોદીએ પોતાના મિત્ર અનિલ અંબાણીને 30 હજાર કરોડ આપી દીધા. આ ટિપ્પણી અંગે સુરત પશ્ચિમના ધારાસભ્ય અને સમસ્ત મોઢ વણિક સમાજના આગેવાન પૂર્ણેશ મોદીએ સમાજના વકીલ હસમુખ લાલવાળા, માયા વોરા અને શૈલેષ પવાર મારફત કોર્ટમાં માનહાનિનાે કેસ કલમ 499 અને 500 હેઠળ એડમિટ કરાવ્યો હતો. જેમાં બે વર્ષ સજાની જોગવાઈ અને દંડની અથવા બંનેની જોગવાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here