સ્વચ્છતાની અનોખી પહેલ : એમ્સટરડેમમાં યૂરિન પોટ મૂક્યાં, એકઠા થયેલા પેશાબમાંથી ખાતર બનાવવામાં આવે છે

0
11

નેધરલેન્ડ્સની રાજધાની એમ્સટરડેમને સ્વચ્છ રાખવા અનોખી પહેલ કરવામાં આવી છે. અહિના રેડ લાઈટ એરિયા અને અન્ય વિસ્તારમાં મૂત્રાલયની જેમ કામ કરતા કૂંડાં મૂક્યા છે. તેની નામ ગ્રીન-પી રાખવામાં આવ્યું છે. આ કરવા પાછળનો હેતુ એ છે કે, પ્રવાસીઓ કે સ્થાનિક લોકો રસ્તા પર પેશાબ નહિ કરે.

સ્થાનિક પ્રશાસનના જણાવ્યા પ્રમાણે, જ્યાં વધારે પ્રવાસીઓ આવે છે તે જગ્યાએ ગ્રીન-પી મૂત્રાલય મૂક્યા છે. તેનાથી બે કામ થશે. પેશાબ કરવા લોકોને નવી જગ્યા મળશે અને બીજું એ કે શહેર સ્વચ્છ રહેશે.

ખાતર બનાવવા માટે પ્રોસેસિંગ અને ફોસ્ફેટ નીકાળવાનું કામ આ મૂત્રાલયોમાંથી કરવામાં આવી રહ્યું છે. તેમાં યૂરિન એકઠું થઇ રહ્યું છે. સમયાંતરે તેમાં કન્ટેનરથી યૂરિન નીકળવામાં આવે છે અને પછી અલગથી ફોસ્ફેટ કરવામાં આવે છે.

આ પ્રકારના મૂત્રાલયને બનાવનારા રિચર્ડ ડી વ્રીઝે કહ્યું કે, આ પ્રકારના મૂત્રાલયમાંથી દુર્ગંધ આવતી નથી. ઘણા લોકો રસ્તા પર પેશાબ કરે છે જેનાથી શહેરની ઐતિહાસિક બિલ્ડિંગ ખરાબ થઇ શકે છે. પેશાબથી તે ગંદી થાય છે અને સંક્રમણ વધે છે.

44 લાખ રૂપિયાના બજેટમાં ગ્રીન-પી પ્રોજેક્ટ શરુ કર્યો છે. ફ્રાન્સના શહેરોમાં પણ લોકડાઉન દરમિયાન આવા આઉટડોર યૂરિનલ લગાવવામાં આવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here