હોળીના દિવસે તિજોરીમાં મુકી દો આ ખાસ વસ્તુ, વર્ષભર ઘરમાં છવાયેલી રહેશે સુખ-સમૃદ્ધિ

0
15

પ્રાચીન કાળથી હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. હોળી એકબીજા સાથે મળી ઉજવવાનો તહેવાર છે. આ તહેવાર પર લોકો એકબીજા સાથે થયેલા મનદુખને ભૂલી જાય છે અને એકબીજાના રંગે રંગાઈ જાય છે.

ફાગણ માસની પૂર્ણિમાએ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે રાત્રે શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવે છે અને બીજા દિવસે ધુળેટી ઉજવાય છે. આજે અહીં તમને હોળીના દિવસે કરવાના કેટલાક વિશેષ ઉપાય વિશે જણાવવામાં આવશે. આ ઉપાયથી આર્થિક સંકટ દૂર થાય છે અને સુખ, સમૃદ્ધિ વર્ષભર ઘરમાં છવાયેલી રહે છે.

હોળીના દિવસે કરો આ ઉપાય

હોળીના દિવલે પીળા કપડામાં કાળી હળદર, ચાંદીનો સિક્કો, 11 ગોમતી ચક્ર અને 11 કોડી બાંધો. ત્યારપછી 108 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલી હોળીની પ્રદક્ષિણા કરો અને આ પોટલીને એવા સ્થાન પર રાખો જ્યાં ધન રાખતા હોય. જો તમે વેપાર કરતા હોય તો તેને વેપારના સ્થાને રાખો. આ ઉપાય કરી ઘરે જાઓ ત્યારે પાછળ ફરીને જોવું જોઈએ નહીં.

આ સાથે જ જો તમે મશીનોનો વેપાર કરતા હોય તો હોળીન દિવસે મશીન પર ગંગા જળમાં પીસેલી કાળી હળદર અને કેસરનું સ્વસ્તિક બનાવો. આમ કરવાથી તમને લાભ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here