Thursday, August 5, 2021
No menu items!
Homeસુરત : ITની રેડ બાદ પીવીએસ શર્માનું ઘરની બહાર ધરણાં પ્રદર્શન, કહ્યું.....................
Array

સુરત : ITની રેડ બાદ પીવીએસ શર્માનું ઘરની બહાર ધરણાં પ્રદર્શન, કહ્યું…………………

બુધવારે મોડી રાત્રે ઈન્કમટેક્સના અધિકારીઓએ પીવીએસ શર્માના પીપલોદ સિટી જિમખાના સામે આવેલા ફોર સીઝન્સ એપાર્ટમેન્ટના સી વિંગના ચોથા માળે આવેલા ફ્લેટમાં પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડ્યા છે. આ તપાસમાં સુરતની ટીમને સાઈડ પર મૂકી દેવામાં આવી છે. બુધવારે પીવીએસ શર્માના ટ્વીટને લઇને કલામંદિરના સંચાલક મિલન શાહે સ્પષ્ટતા કરતાં દિવસભર વિવાદ ચર્ચામાં રહ્યો છે. ઈન્કમટેક્સના દરોડા પડ્યા બાદ આજે સવારે તેઓ પોતાના જ ઘરની બહાર કોમ્પ્લેક્સમાં ધરણાં પર બેસી ગયા છે. તેઓ “હું મારી લડત આગળ પણ ચલાવીશ” એવા નિવેદન આપી રહ્યા છે.

શર્માના પીપલોદ ખાતેના નિવાસસ્થાને પોલીસબંદોબસ્ત સાથે IT દ્વારા સર્વે અને સર્ચ શરૂ કરવામાં આવ્યું છે.
(શર્માના પીપલોદ ખાતેના નિવાસસ્થાને પોલીસબંદોબસ્ત સાથે IT દ્વારા સર્વે અને સર્ચ શરૂ કરવામાં આવ્યું છે.)

 

હું પણ 300 રેડથી વધારે કરી ચૂક્યો છું, મને કયા કાયદાથી રોકી શકે: પીવીએસ શર્મા

ધરણાં પર બેઠેલા પીવીએસ શર્માએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા મૌલિક અધિકારનું હનન થયું છે, IT (ઈન્કમટેક્સ ) દ્વારા ગઈકાલ રાતથી મારા પર જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને મેં સહયોગ આપ્યો છે, પરંતુ હવે 10 કલાકથી વધારેનો સમય થઈ ગયો છે. મારા ફોનને પણ વાપરવા નથી દેતા. તો આ હું નહીં ચલાવી લઉં. હું પણ 300 રેડથી વધારે કરી ચૂક્યો છું. તે લોકો મને કયા કાયદાથી રોકી શકે. મને 27 તારીખે જવાબ આપવા માટે બોલાવવામાં આવ્યો હતો. તો એ પહેલાં રાત્રે રેડ પાડવાની શું જરૂર હતી. મારી પાસે જે ડોક્યુમેન્ટ છે જે આ લોકોના ભ્રષ્ટાચારને ઉજાગર કરી શકે છે, એનાથી એ લોકો ફફડી રહ્યા છે. ગઈકાલે રાત્રે 10:30થી સવારે 5 વાગ્યા સુધી મારા ઘરે સર્ચ ચાલી હતી.

IT વિભાગ દ્વારા ફોન પણ લઈ લેવામાં આવતાં શર્મા ધરણાં પર બેસી ગયા છે.
(IT વિભાગ દ્વારા ફોન પણ લઈ લેવામાં આવતાં શર્મા ધરણાં પર બેસી ગયા છે.)

 

વિવાદ બાદ રેડ

શહેરના કલામંદિર જ્વેલર્સ અને આઈટી અધિકારીઓ સામે કરચોરી અને ભ્રષ્ટાચારનો આરોપ મુકનાર પૂર્વ આઈટી અધિકારી અને ભાજપના અગ્રણી પીવીએસ શર્માને ત્યાં જ ઇન્કમ ટેક્સની રેડ પડી છે. આઇટી વિભાગે શર્મા સામે તેમની મિલકતો બાબતે ક્વેરી કાઢતું સમન્સ મોકલ્યું હતું. જવાબમાં શર્માએ આપેલી વિગતથી અસંતુષ્ટ વિભાગે પોતાની મેળે તપાસ ચાલુ રાખી હતી. આ દરમિયાન કલામંદિર જ્વેલર્સ સામેનો વિવાદ વધુ ઘેરાયો હતો.

શર્માએ ધરણાં પ્રદર્શન કરતાં પોલીસ દ્વારા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.
(શર્માએ ધરણાં પ્રદર્શન કરતાં પોલીસ દ્વારા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.)

 

વિગત તૈયાર કરું છું, ભવિષ્યમાં હજી અનેક મોટા ધડાકા કરીશ

પીવીએસ શર્મા નોટબંધીની રાત્રીએ શહેરના જ્વેલર્સ દ્વારા જે કૌભાંડ આચરવામાં આવ્યું તેની તપાસ ઈડી અને સીબીઆઈ દ્વારા કરવામાં આવે તે અંગેનું ટ્વીટ મે કર્યું છે. તે સમયે કોઈ જ્વેલર્સ કે કંપનીના નામનો ઉલ્લેખ કર્યો નથી. હું મિલન શાહને ઓળખતો નથી. રૂ. 167 કરોડ ટેક્સ ભરવાની નોબત આ‌વતાં તેઓ ગભરાયા છે. જ્વેલર્સ અને કેટલાંક ભ્રષ્ટ આવકવેરા અધિકારી મારી પાછળ પડ્યા છે. ધમકીઓ મળી રહી છે, પરંતુ હું ગભરાવાનો નથી. રૂ. 10 કરોડનો ફ્લેટ હોય તો તેઓ તેને લઈ લે અને સામે તેમના 5 મકાન મને આપી દે. આવનારા સમયમાં નોટબંધી દરમિયાન જે અનેક કૌભાંડ થયા છે એની પણ વિગતો તૈયાર કરી રહ્યો છું. જે આવનારા સમયમાં જાહેર કરીશ. > પીવીએસ શર્મા, પૂર્વ ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર અને ભાજપ અગ્રણી

ચોરેલા ડોક્યુમેન્ટ ટ્વીટર પર મુકાયા, વિવાદ ઉભો કરાયો છે : મિલન શાહ

પીવીએસ વિવાદિત આઈટી ઓફિસર છે, ચોરેલા ડોક્યુમેન્ટ ટ્વીટર પર મુક્યા છે,જે ગુનાહિત કાર્ય છે. પર્સનલ ફાયદા અને પ્રસિધ્ધી માટે વિવાદ ઉભો કરાયો છે. વર્ષ 2016-17માં અમારી કંપનીએ કમાણી કરી તેનાથી 12 ઘણો ટેક્સ અમે ભર્યો છે. જેની માહિતી આરઓસીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. માજી અધિકારી 15 વર્ષમાં કેમ નિવૃત થયા છે અને તેમના ફ્લેટની કિંમત રૂ.10 કરોડથી વધુ છે. કોઈ પણ આવક વિના તે કેવી રીતે શક્ય બને, જ્વેલરી રિટેઇલમાં કલામંદિર સૌથી વધુ ટેક્સ પેયર કંપની છે. અમારું રૂ.1300 કરોડનું ટર્નઓવર છે. 400 લોકોનો સ્ટાફ અમારી કંપનીમાં છે. ધંધાના રૂપિયા જ બેંકમાં જમા કર્યા હતા. કશું ખોટું કર્યું નથી. > મિલન શાહ, સંચાલક, કલામંદિર

ભાજપમાં હોવા છતાં શર્માએ અવાજ ઉઠાવ્યો

પીવીએસ શર્માએ બે દિવસ પહેલા વડાપ્રધાન મોદીને ટેગ કરીને ટ્વીટ કર્યું હતું કે તે સંદર્ભે કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ કહ્યું હતું કે ભાજપમાં જ હોવા છતાં શર્માએ આ કૌભાંડ ઉજાગર કર્યું છે અને નોટબંધી ભાજપ સાથે ઘનિષ્ઠતાથી જોડાયેલા કેટલાક લોકો માટે આશીર્વાદ સાબિત થઇ. નોટબંધીની રાત્રીએ અન્ય જવેલર્સ દ્વારા પણ મોટા પ્રમાણમાં મની લોન્ડરિંગ થયું હોઇ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments