ભાવનગર : ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે લાયક છતાં સતત અન્યાય!, અમદાવાદ-મુંબઇનું ભારણ ઘટાડવા એકદમ આદર્શ

0
26

ભાવનગર:દરિયાઇ પટ્ટીથી એકદમ નજીકનાં અંતરે આવેલું ભાવનગર એરપોર્ટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવા માટે એકદમ આદર્શ છે, અને ભૌગોલિક દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ છે. માત્ર થોડા સહિયારા પ્રયાસોથી ભાવનગરને ફાળે ઇન્ટરનેશનલ એરપોર્ટ મળી શકે તેમ છે. અમદાવાદ, સુરતથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉપડે છે, અને સમગ્ર સૌરાષ્ટ્રના લોકોને વિદેશ જવા માટે અમદાવાદ અથવા મુંબઇ સુધી જવું પડે છે. ભાવનગર ખાતે ડોમેસ્ટિક એરપોર્ટ લાંબા સમયથી ઉપલબ્ધ છે, અને માત્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટને લાયક સવલતોનો તેમાં વધારો કરી અને ઓછા પ્રયાસોથી પણ ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય હવાઇ મથક બનાવી શકાય તેમ છે.

વિદેશી ક્રુ મેમ્બરોને ભાવનગરથી મુંબઇ અથવા અમદાવાદ એરપોર્ટનો ઉપયોગ કરવો પડે છે
અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવતા પ્રતિ માસ સરેરાશ 20 જહાજોમાંથી 400થી વધુ વિદેશી ક્રુ મેમ્બરોને તેઓના શહેરો સુધીની મુસાફરી કરવા માટે ભાવનગરથી મુંબઇ અથવા અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકનો ઉપયોગ કરવો પડે છે. ખાડીના દેશોથી અમદાવાદ એરપોર્ટ પર પ્રતિદિન 10 ફ્લાઇટો આવે છે, તેમાંથી થોડી ફ્લાઇટ ભાવનગરને એલોટ કરાય તો સૌરાષ્ટ્ર તરફના મુસાફરોને આવા પ્રકારની ફ્લાઇટથી સડક માર્ગની મુસાફરીમાં પણ બચત થઇ શકે તેમ છે.

મુંબઇનું સિસ્ટર એરપોર્ટ બનવા સક્ષમતા
મુંબઇ એરપોર્ટની ભારે વ્યસ્તતાને કારણે અનેક વિમાનોને ઉતરાણની મંજૂરી મળવામાં વિલંબ થાય છે, અને હવામાં લટાર મારવી પડે છે, તેના કારણે ઇંધણનો પણ મોટો વ્યવ થાય છે. મુંબઇથી હવાઇ માર્ગે સૌથી નજીકનું હવાઇ મથક ભાવનગર છે, અને સિસ્ટર એરપોર્ટ તરીકે ભાવનગરને વિકસાવી અને મુંબઇની વ્યસ્તતાને પણ અહીં ડાયવર્ટ કરવાનું શ્રેષ્ઠ માધ્યમ ગણી શકાય છે.

ભાવનગરને સમગ્ર સૌરાષ્ટ્રનો ટ્રાફિક મળી શકે
લોજીસ્ટકલી ભાવનગર એરપોર્ટ આંતરરાષ્ટ્રીય સ્તરનું બનવા માટે એકદમ સક્ષમ છે. ભાવનગરમાં હવે સારી હોટલો પણ ઉપલબ્ધ છે, એરપોર્ટ જવા આવવા માટેના રસ્તા ચાર માર્ગીય છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવે તો સમગ્ર સૌરાષ્ટ્રના લોકોને વિદેશ જવા માટે અમદાવાદ જવું પડે છે તે ટ્રાફિક ભાવનગરને મળી શકે તેમ છે.
– સુનિલભાઇ વડોદરીયા, પ્રમુખ, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, ભાવનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here