Saturday, September 25, 2021
Homeમુંબઈગરા માટે ઓગસ્ટ ૨૦૨૧ સુધી જળાશયોમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ
Array

મુંબઈગરા માટે ઓગસ્ટ ૨૦૨૧ સુધી જળાશયોમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ

મુંબઈને પાણીનો પુરવઠો પૂરો પાડતા સાતેય જળાશય મળીને ચાર લાખ ૫૦ ૯૨૮ મિલિયન લીટર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. દરરોજ ૨૮૫૦ મિલિયન લીટર પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. આથી ઉપલબ્ધ પાણીનો પુરવઠો જોતાં અત્યારે મુંબીમાં ઓગસ્ટ મહિના સુધી ચાલે એટલો પાણી પુરવઠો છે. પરિણામે મુંબઈગરાના માથે ઉનાળામાં પાણીનો કાપ બિલકુલ નહીં, એમ મુંબઈ મહાનગર પાલિકાના પાણી પુરવઠા વિભાગે જણાવ્યું હતું.

મુંબઈને મોડકસાગર, તાનસા, તુલસી, વિહાર, અપર વૈતરણા, ભાતસા અને મડિલ વૈતરણા એમ મળીને સાત જળાશયથી મુંબઈગરાને પાણી પુરવઠો મુંબઈ મહાનગર પાલિકા કરે છે. આ સાતેય જળાશયમાંથી કુલ મળીને દરરોજ ૩૮૫૦ મિલિયન લિટર પાણીનો જથ્થો પૂરો પડાય છે.

સામાન્ય રીતે ૧ ઓક્ટોબરના રોજ જળાશયમાં ૧૪ લાખ ૪૭૩૬૩ મિલિયન લીટર પાણી ઉપલબ્ધ હોય તો આગામી વર્ષના ચોમાસા એટલે કે ૩૧ જુલાઈ સુધી પાણીકાપ મુંબઈગરાના માથે પાણીનો કાપ રહેતો નથી. ગયા વર્ષે ચોમાસુ સારું રહ્યું હતું અને જળાશયોમાં ૧૯.૪૭ લાખ પાણીનો પુરવઠો ઉપલબ્ધ થયો હતો. આથી આ વર્ષે મુંબઈગરાને પાણીનો કાપ સહન કરવો પડયો નથી. આજે ઓગસ્ટ ૨૦૨૧ સુધી જળાશયોમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments