Saturday, September 18, 2021
Homeવિવાદોની 'ક્વીન' : એક્ટ્રેસને કરેલી આ કિસે આખા દેશમાં હંગામો મચાવ્યો હતો
Array

વિવાદોની ‘ક્વીન’ : એક્ટ્રેસને કરેલી આ કિસે આખા દેશમાં હંગામો મચાવ્યો હતો

હાલમાં રાજ કુંદ્રા પોર્ન રેકેટને કારણે ચર્ચામાં છે. રાજ કુંદ્રાની લાઇફ કૉન્ટ્રોવર્સિયલ રહી છે. જોકે, પતિની જેમ જ શિલ્પા પણ ઘણાં વિવાદોમાં આવી ચૂકી છે. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં શિલ્પાની રાઇડ રોલર કોસ્ટર જેવી રહી છે. આજે આપણે શિલ્પા શેટ્ટીના જીવનના મહત્ત્વના વિવાદ અંગે વાત કરીશું.

  • શિલ્પાના આ વિવાદોએ સર્જ્યો હતો હંગામો

બિનજામીન પાત્ર વોરંટ

2006માં મદુરાઈ કોર્ટે શિલ્પા શેટ્ટી તથા રીમા સેન વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ ઇશ્યૂ કર્યું હતું. આ બંને પર આરોપ હતો કે તેમણે અશ્લીલ રીતે પોઝ આપ્યો હતો. ફરિયાદકર્તા દક્ષિણામૂર્તિ મુદરાઈમાં એડવોકેટ હતા અને તેમણે કોર્ટમાં અરજી કરીને કહ્યું હતું કે આ તસવીર ઘણી જ સેક્સી છે. શિલ્પા તથા રીમાએ મેગેઝિન કવર માટે આ ફોટોશૂટ કરાવ્યું હતું. શિલ્પાએ તે સમયે કહ્યું હતું કે તેને ખબર નથી પડતી કે તેની તસવીરમાં અશ્લીલ શું છે. જો નાભિ બતાવવી અશ્લીલતા છે તો ટ્રેડિશનલ ઇન્ડિયન આઉટફિટ સાડી પર તરત જ બૅન મૂકી દેવો જોઈએ.

‘બિગ બ્રધર’ વિવાદ

શિલ્પા શેટ્ટીએ બ્રિટિશ રિયાલિટી ટીવી શો ‘સેલિબ્રિટી બિગ બ્રધર’માં ભાગ લીધો હતો. ઘરની અંદર જેડ ગુડી સહિતના અન્ય સ્પર્ધકોએ શિલ્પા શેટ્ટી પર વંશીય ટિપ્પણી કરી હતી. શિલ્પા શેટ્ટી સાથે થયેલા ગેરવર્તનનો પડઘો સંસદમાં પણ પડ્યો હતો. ઘરમાં ઘણીવાર શિલ્પા શેટ્ટી રડતી જોવા મળી હતી. આ શોની વિનર શિલ્પા શેટ્ટી હતી.

ખંડણી કેસ

2003માં શિલ્પા શેટ્ટીની માતાએ બેંગકોકના સ્મોલ ટાઇમ ડોન ફઝલુર રહેમાન સાથે ડીલ કરી હતી. સુનંદા શેટ્ટીએ ફઝલુરને સુરતના શિવનારાયણ અગ્રવાલ (પ્રફુલ સાડીના માલિક) સાથેના ઝઘડાનું સેટલમેન્ટ કરવાનું કહ્યું હતું. તે સમયે શિલ્પા શેટ્ટીના પેરેન્ટ્સ પર ખંડણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

રિચર્ડ ગેર-શિલ્પા શેટ્ટીની કિસ

2007માં AIDS અવેરનેસ કેમ્પેઇનમાં હોલિવૂડ સ્ટાર રિચર્ડ ગેરે શિલ્પા શેટ્ટીને ગાલ પર કિસ કરી હતી. આનો તે સમયે ઘણો જ વિવાદ થયો હતો. 26 એપ્રિલ, 2007ના રોજ રાજસ્થાન કોર્ટે શિલ્પા શેટ્ટી તથા રિચર્ડ ગેર વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યૂ કર્યું હતું. જોકે, પછીથી સુપ્રીમ કોર્ટે આ કેસ રદ્દબાતલ કર્યો હતો.

સાધુની કિસે વિવાદ સર્જ્યો હતો

2009માં શિલ્પા શેટ્ટી મુંબઈના પવઈના સુવર્મા મંદિર ગઈ હતી. આ મંદિરના એક સાધુએ શિલ્પાને ગળે લગાવીને કિસ કરી હતી. આ તસવીર વાઇરલ થઈ હતી અને દેશભરમાં વિરોધ કરવામાં આવ્યો હતો. શિલ્પાએ કહ્યું હતું કે તે સાધુ તેની પિતાની ઉંમરના છે. કોઈ પિતા પોતાની દીકરીને ગાલ પર કિસ પણ ના કરી શકે?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments