Monday, September 26, 2022
Homeઇડર : રાઇઝિંગ ગોલ્ડ લિમિટેડ નામની કંપનીએ લોભામણી જાહેરાતો કરી રૂ.55 લાખની...
Array

ઇડર : રાઇઝિંગ ગોલ્ડ લિમિટેડ નામની કંપનીએ લોભામણી જાહેરાતો કરી રૂ.55 લાખની કરી ઠગાઇ

- Advertisement -

ઇડરમાં 55 લાખ રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ઇડર શહેરના દામોદર એરિયામાં ચાલતી રાઇઝિંગ ગોલ્ડ લિમિટેડ નામની કંપનીએ ૫૫ લાખનું ઉઠમણું કર્યુ છે. રાઇઝિંગ ગોલ્ડ નામે કંપની ઊભી કરીને તેમની જુદી જુદી ટીમો બનાવી લોભામણી જાહેરાતો કરી આશરે 380 જેટલા એજન્ટોની નિમણૂક કરાઇ. જેમાં 200 જેટલા એજન્ટો સક્રીય હતા. ખાતેદારોને વિશ્વાસમાં લઇ જુદા જુદા ગ્રાહકોના આશરે 55 લાખ રૂપિયા તેમની રાઈઝિન્ગ ગોલ્ડ લિમિટેડ કંપનીમાં અલગ અલગ સ્કીમ મુજબ પૈસા જમા કરાવ્યા.

રાઇઝિંગ ગોલ્ડ નામની કંપની ઊભી કરીને તેમની જુદી જુદી ટીમો બનાવી લોભામણી જાહેરાતો કરી આશરે 380 જેટલા એજન્ટોની નિમણૂક કરી જેમાં 200 જેટલા એજન્ટો સક્રીય હતા ખાતેદારોને વિશ્વાસમાં લઇ જુદા જુદા ગ્રાહકોના આશરે 55 લાખ રૂપિયા તેમની રાઇઝિંગ ગોલ્ડ લિમિટેડ કંપનીમાં અલગ અલગ સ્કીમ મુજબ પૈસા જમા કરાવ્યા આ પૈસા તેમજ તેનું વ્યાજ પરત નહીં આપી આ કંપનીના માલિકોએ આ કંપની તારીખ 31/03/2018 માં બંધ કરી એજન્ટોને તેમજ ગ્રાહકોને પૈસા તેમજ તેનું વ્યાજ ચૂકવ્યા વિના જ બંધ કરી દીધી હતી.

આખરે ગ્રાહકોને ન્યાય ન મળતા ઇડર પોલીસ સ્ટેશન ખાતે 55 લાખ રૂપિયાની છેતરપિંડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જેમાં કંપનીના માલિક પ્રતિક સોની, પ્રદીપ સોની, મનીષ પટેલ, સુભાષ પટેલ, ધર્મેન્દ્ર પટેલ વિરુદ્ધ આશરે 55 લાખ રૂપિયાની 09 જેટલા એજન્ટો સાથે છેતરપિંડી આ રાઇઝિંગ ગોલ્ડ કંપનીના માલિકોએ કરી હતી. જેમાં થી એક એજન્ટ મોહનભાઇ જેઠાભાઇ વણકર દ્વારા ઈડર પોલીસ સ્ટેશન મથકે રાઇઝિંગ ગોલ્ડ લિમિટેડ કંપની સામે ફરિયાદ નોંધાવી હતી તેમજ ઈડર પોલીસે આગળની કાયૅવાહી હાથધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular