રાજકોટ જિલ્લા બેંકમાં ફરી રાદડિયા રાજ, ચેરમેન તરીકે મંત્રી જયેશ રાદડિયાની વરણી, કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

0
0

રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણીનો કાર્યક્રમ રાજકોટમાં યોજાયો હતો. જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા થતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં કેટલાક લોકોએ માસ્ક પણ પહેર્યું નહોતું. ત્યારે લોકોમાં પ્રશ્ન ઉઠ્યો છે કે મનપા અને પોલીસ દ્વારા રસ્તા પર નીકળતા ગરીબ લોકો પાસેથી દંડ વસૂલાય છે, શું અહીં સોશિયલ ડિસ્ટન્સ કે માસ્ક પહેરવાનો નિયમ લાગુ નથી પડતો?

પાક વીમાની લડતને લઈ બેંક હંમેશા ખેડૂતોની સાથે રહેશેઃ જયેશ રાદડિયા

રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન તરીકે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને વાઈસ ચેરમેન તરીકે મગનભાઈ વડાલીયાની વરણી કરવામાં આવી છે. આથી સમર્થકો શુભેચ્છા આપવા પહોંચ્યા ત્યારે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. તેમજ કેટલાક સમર્થકો માસ્ક વગર અને અડધા માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, પાક વીમાની લડતને લઈ બેંક હંમેશા ખેડૂતોની સાથે રહેશે. રાજકોટ લોધિકા સંઘ અને ડેરીની ચૂંટણી પણ બિનહરિફ થશે તેવી આશા વ્યક્ત કરી છે. પોરબંદરના પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઇ રાદડિયાની આજે પ્રથમ પુણ્યતિથિ છે ત્યારે પુત્ર જયેશ રાદડિયાની જિલ્લા બેંકના ચેરમેન પદે વરણી થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here