Saturday, December 3, 2022
Homeગુજરાતવિધાનસભાની ચૂંટણી પૂર્વે રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામુ આપ્યું

વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામુ આપ્યું

- Advertisement -

રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ.વિષ્ણુ ઝૂલાએ તેમના હોદ્દા ઉપરથી રાજીનામુ આપી દીધું છે,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોરને પોતાનું રાજીનામુ લખી મોકલ્યું છે,જો કે રાજીનામાંના પત્રમાં કયા કારણસર રાજીનામુ આપ્યું છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

ડૉ.વિષ્ણુ ઝૂલાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પક્ષમાં એમને કોઈ જ અસંતોષ નથી,પરંતુ રાધનપુર શહેરમાં કોંગ્રેસની બોડી હોવા છતાંય કોઈ જ કામો થતાં નથી અને લોકો પીવાના પાણી,બિસ્માર રસ્તાઓ,ગટરના ઉભરાતા ગંદા પાણી સહિતની અનેક સમસ્યાઓથી ત્રાસી ગયા હોવા છતાંય કોંગ્રેસની બોડી દ્વારા કોઈ જ કામો થતાં નથી. આ ઉપરાંત શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સમય ફાળવી શકતા ના હોવાથી બીજા કોઈ એક્ટિવ કાર્યકરને શહેર પ્રમુખ બનાવવામાં આવે એટલા માટે રાજીનામુ આપ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular