દેશભરનાં એક્ઝિબિટર્સેની સલમાનખાનને વિનંતી : ‘ઈદ’ પર રાધે ફિલ્મ રિલીઝ કરો’.

0
8

સલમાન ખાનની આશરે દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર આરામથી 100 કરોડ રૂપિયાનો આંકડો વટાવી લે છે. તેના આ ઈતિહાસને જોઇને દેશભરના ઘણા એક્ઝિબિટર એસોસિએશને તેને એક લેટર લખ્યો છે. આ તમામની વિનંતી છે કે સલમાન તેની અપકમિંગ ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ઈદ-2021ના દિવસે થિયેટરમાં રિલીઝ કરે. જેથી ઘણા સમયથી ઠપ પડેલા બિઝનેસને વેગ મળે. એક્ઝિબિટર્સનું માનવું છે કે, રાધે ફિલ્મ ઓડિયન્સને થિયેટરમાં લાવવામાં સફળ રહેશે અને આર્થિક તંગીમાંથી બહાર પણ નીકળી શકાશે.

અનેક સિંગલ સ્ક્રીન થિયેટર બંધ થયા

લેટરમાં લખ્યું કે, ‘જેમ કે તમને ખબર છે કે 2020 દેશભરના કરોડો લોકોની સાથોસાથ ઇન્ડિયન ફિલ્મ એક્ઝિબિટર્સ સેક્ટર માટે પણ મુશ્કેલભર્યું રહ્યું. છેલ્લા 10 મહિનામાં અનેક સિંગલ સ્ક્રીન/સ્વતંત્ર સિનેમા હંમેશાં માટે બંધ થઈ ગયા છે. તેને લીધે લાખો લોકોની રોજીરોટી પર અસર થઈ છે. થિયેટર માટે ફિલ્મ એવી જ છે જેમ કે કાર માટે ઈંઘણ. દર્શકો સાથે જોડાયેલા કન્ટેન્ટને સતત સપ્લાય વગર થિયેટર ચાલુ રાખવા અશક્ય છે. એક દશકાથી ફિલ્મોએ ઓડિયન્સને સિંગલ સ્ક્રીન સુધી લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

તમારી ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ’ તે ફિલ્મોમાંની એક છે, જે સ્વતંત્ર થિયેટરને ફરીથી જીવિત કરવામાં સક્ષમ છે. આ ફિલ્મ જો મોટા પાયે રિલીઝ થાય તો માત્ર આર્થિક મદદ અને રાહત જ નહિ પણ ભવિષ્યને લઈને થિયેટરના માલિક અને કર્મચારીઓને પણ એક આશા દેખાય છે. અમે તમને બધાને વિનંતી કરીએ છીએ કે તમે 2021માં ઈદ પર આ ફિલ્મ દરેક થિયેટરમાં રિલીઝ કરો. કારણકે અમે એક્ઝિબિટર્સ અને સૌથી વધારે તો તમારા કરોડો ફેન્સ થિયેટરમાં કમબેકની રાહ જોઈ રહ્યા છે. તેમના માટે આનાથી વધારે સારો આઈડિયા કોઈ ના હોઈ શકે.’

આ એસોસિએશને લેટર સાઈન કર્યો:

  • ગુજરાતનું સિનેમેટોગ્રાફ એક્ઝિબિટર્સ એસોસિએશન
  • ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડનું ઇન્ડિયન સિને એક્ઝિબિટર્સ એસોસિએશન
  • મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનનાં એક્ઝિબિટર્સ, સેન્ટ્રલ સર્કિટ સિને એસોસિએશન
  • બિહાર-ઝારખંડ મોશન પિક્ચર્સ એસોસિએશન
  • રાજસ્થાનનું મૂવી એક્ઝિબિટર્સ એસોસિએશન
  • પશ્ચિમ બંગાળ અને ત્રિપુરાના ઇસ્ટ ઇન્ડિયા મોશન પિક્ચર્સ એસોસિએશન
  • ઓલ આસામ સિનેમા હોલ ઓનર્સ એસોસિએશન
  • છત્તીસગઢનું એક્ઝિબિટર્સ ફોરમ
  • તેલંગાણા ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ મોશન પિક્ચર્સ એસોસિએશન
  • દિલ્હી-NCR-મરાઠાવાડા ચિત્રપટ સભાગ્રહ સંઘ
  • બિહાર સિનેમા એક્ઝિબિટર્સ એસોસિએશન
  • ફિલ્મ એક્ઝિબિટર્સ ફોરમ
  • ઉત્તરાંચલ સિનેમાઝ એસોસિએશન, દેહરાદૂન
  • ચેન્નાઈ સિનેગુલપેઠ થિયેટર્સ ઓનર્સ એસોસિએશન
  • ગ્રેટર હૈદરાબાદ એક્ઝિબિટર્સ એસોસિએશન
  • તમિલનાડુ થિયેટર્સ એન્ડ મલ્ટીપ્લેક્સ એસોસિએશન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here