રાધિકા આપ્ટેએ #MeToo પર ધમાકો કરીને બીજા એક વિવાદિત મુદ્દાને દિવાસળી અડાડી દીધી

0
18

ઘણો સમય થઈ ગયો કે અભિનેત્રીઓ મીટૂ મુવમેન્ટ પર પોતાની રાય રાખી રહી છે. ઘણા નામી અનામી કલાકોરાના ભાંડાફોડ થઈ ચૂક્યા છે. પરંતુ તેમ છતાં આ વાત અહીં અટકી નથી. સેલેબ્સ હજુ પણ પોતાની વાત કરી રહ્યા છે અને એ જ અરસામાં અભિનેત્રી રાધિકા આપ્ટેનું કહેવું છે કે, Metoo આંદોલન બોલિવૂડમાં શરૂ થયુ અને પુરૂ પણ થઈ ગયું. છતાં હજુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ કંઇ બદલાયુ નથી.

રાધિકાને જ્યારે પુછવામાં આવ્યું કે તને દાયકાની કઇ વાત સૌથી વધુ ગમી અને સૌથી વધુ ખરાબ લાગી. રાધિકાએ આ વાત પર કહ્યું હતું કે,’મીટૂ આંદોલન શરૂ થયુ અને પતી ગયું. આ નિરાશાજનક છે. ઘણી વાતો જે બદલાવી જોઇતી હતી તે તો બદલાઈ જ નહીં. ઘણી વાતો બહાર ન આવી. આ ખરેખર નિરાશાજનક છે.’

રાધિકાએ વાત કરી કે ‘અમને મળતા પૈસામાં જરા પણ સમાનતા નથી. આપણે વેતનમાં સમાનતાની વાત કરતાં નથી કે A લિસ્ટેડ એક્ટ્રેસને A લિસ્ટેડ એક્ટરની સરખામણીએ વધુ વેતન મળવું જોઇએ. A લિસ્ટેડ સ્ટાર ઉપરાંત કોઇપણ ટીમમાં અન્ય કાસ્ટ અને ક્રૂ પણ કામ કરે છે અને તેમનાં વેતનમાં કેમ જમીન આસમાનનો ફરક હોય છે. ત્યાં સમાન વેતન ન આપવા પાછળ કોઇ જ બહાનું નથી.

આગળ વાત કરી કે, શું તે લોકો બૉક્સ ઑફિસને જરાં પણ પ્રભાવિત નહીં કરતાં હોય. ફિલ્મ પ્રોડક્શનની ટીમમાં ઘણી મહિલાઓ પણ કામ કરે છે. આ ટીમમાં પણ મેલ અને ફિમેલ મેમ્બર્સનાં વેતનમાં ઘણો ફરક જોવા મળે છે. જોકે હવે આ ટીમમાં મહિલાઓ પણ કામ કરતી થઇ છે તે એક સારી વાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here