Monday, September 20, 2021
Homeરાજકોટ : RTO કચેરીમાં રેડિયમ લગાવવા બાબતે એક યુવકની હત્યા, આરોપીઓ ફરાર
Array

રાજકોટ : RTO કચેરીમાં રેડિયમ લગાવવા બાબતે એક યુવકની હત્યા, આરોપીઓ ફરાર

રાજકોટ: શહેરની આરટીઓ કચેરી ખાતે આજે રેડિયમ લગાવવા બાબતે થયેલી બોલાચાલીની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી છે. પાંચ શખ્સોએ સાહિલ નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો યુવકે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને ક્રાઈમબ્રાન્ચનો કાફલો આરટીઓ કચેરી ખાતે પહોંચી ગયો હતો.

પાંચ શખ્સોએ ઘાતક હથિયાર વડે હુમલો કર્યો
પ્રાપ્ત માહિતી મુજબ આરટીઓ કચેરીમાં આજે સવારે સાહિલ નામના યુવકને રેડિયમ લગાવવા બાબતે કેટલાક શખ્સ બોલાચાલી થઈ હતી. જે બાબતે સમાધામ થઈ ગયું. આજે બપોરે કેટલાક યુવકો ઘાતક હથિયારો સાથે આરટીઓ કચેરીમાં ધસી આવ્યા હતા અને સાહિલ પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સાહિલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલમાં પોલીસનો કાફલો આરટીઓ કચેરી ખાતે પહોંચી ગયો છે અને ફરાર આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

આઈવે-પ્રોજેક્ટના સીસીટીવી આધારે તપાસ

હત્યા મામલે ક્રાઈમબ્રાન્ચ એસીપી જયદીપસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, બે શખ્સો દ્વારા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભગવતીપરા વિસ્તારના શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી છે. આઈવે-પ્રોજેક્ટના સીસીટીવી આધારે તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments