સુરત : ભાગળની સના ટાઈમ દુકાનમાંથી 61.23 લાખની રાડો, રોલેક્ષ સહિતની ડુપ્લીકેટ ઘડિયાળનો જથ્થો ઝડપાયો,

0
0

શહેરના ભાગળ બુંદેલાવાડ વિસ્તારમાં આવેલી સના ટાઇમ નામની દુકાનમાં મહિધરપુરા પોલીસે છાપો માર્યો હતો. પોલીસે 61.23 લાખની કિંમતની રાડો, રોલેક્ષ સહિતની અલગ અલગ બ્રાન્ડેડ કંપનીની ડુપ્લીકેટ 2075 ઘડિયાળ સાથે દુકાન માલિક ઈરફાન મેમણની ધરપકડ કરી હતી. આ જ દુકાનમાં ફેબ્રુઆરી મહિનામાં સીઆઈડી ક્રાઈમની ટીમે પણ ચાપો મારી રૂપિયા 3.31 કરોડની ડુપ્લીકેટ ઘડિયાળના જથ્થા સાથે બે ભાઈઓની ધરપકડ કરી હતી.

રીસ્ટ બ્રાન્ડની ડુપ્લિકેટ ઘડિયાળો મળી આવી.
રીસ્ટ બ્રાન્ડની ડુપ્લિકેટ ઘડિયાળો મળી આવી.

 

ડુપ્લીકેટ રીસ્ટ વોચનો જથ્થો મળ્યો

મહિધરપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પીઆઈની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં ફરતા હતા. દરમિયાન મળેલી બાતમીના આધારે ભાગળ બુંદેલાવાડ વિસ્તારમાં આવેલી સના ટાઇમ નામની દુકાનમાં છાપો માર્યો હતો. પોલીસને દુકાનમાંથી જાણીતી બ્રાન્ડ હયુબ્લોટ, ટીશોટ, ટેગ હ્નાઅર, રાડો, ઓમેગા, અરમાની, કાર્ટિયર, પોલીસ, સી.કે, ડીઝલ, લ્યુમીનર, રોલેક્ષ, એડમરપીઝટ, ફ્રેક્મીલર, કોરમ, યુલીસનાડીન, જી શોક, માઉન્ટ બ્લેક, ઇનવિકટા, માઇકલ કોર્સ, સેવન ફ્રાઇડે, ફોસીલ, સનેલ, ગેસ, જીસી, ડીઓર, ગુચી, પેટેકફિલીપ, વર્સાચી કંપનીની ડુપ્લીકેટ રીસ્ટ વોચનો જથ્થો મળી આવ્યો હતો.

દુકાન માલિકની ધરપકડ કરાઈ

પોલીસે કુલ રૂપિયા 61.23 લાખની કિંમતની ડુપ્લીકેટ ઘડિયાળ 2075 નંગ કબજે કરી હતી. જ્યારે દુકાનના માલિક ઇરફાન નુરમોહમદ મેમણ ( ઉ.વ.42, રહે.દાદાભાઇ નગર, કઠોર, કામરેજ )ની ધરપકડ કરી હતી. તેની પાસે રહેતા ત્રણ મોબાઇલ સાથે કુલ રૂપિયા 61.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ભાગળ બુંદેલાવાડ વિસ્તારમાં આવેલી સના ટાઇમ નામની દુકાનમાં છાપો માર્યો હતો.
ભાગળ બુંદેલાવાડ વિસ્તારમાં આવેલી સના ટાઇમ નામની દુકાનમાં છાપો માર્યો હતો.

 

અગાઉ 3.31 કરોડની ડુપ્લિકેટ ધડિયાળ મળી હતી

ગત 18 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર સ્થિત સીઆઇડી ક્રાઇમને મળેલી ફરિયાદના આધારે આ જ દુકાનમાં રેડ કરી ત્યાંથી તેમજ તેમના ભાજીવાળી પોળમાં આવેલા ગોડાઉનમાંથી 3.31 કરોડની કિંમતની જાણીતી બ્રાન્ડની ડુપ્લીકેટ ઘડિયાળ 11031 નંગ કબજે કરી હતી. સીઆઇડી ક્રાઇમે તે સમયે ઇરફાન ઉપરાંત તેના ભાઇ ઇમ્તિયાઝની પણ ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here