અમદાવાદ : વસ્ત્રાલના રેપીડ એક્શન ફોર્સ ગ્રાઉન્ડમાં આર.એ.એફ નો ૨૭મો વાર્ષિક પરેડ કાર્યક્રમ યોજાયો, ગૃહ મંત્રી અમિત શાહ ઉપસ્થિત

0
11

વસ્ત્રાલના રેપીડ એક્શન ફોર્સ ગ્રાઉન્ડમાં આરએએફનો ૨૭મો વાર્ષિક પરેડ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગૃહમંત્રી અમિત શાહે પરેડની સલામી ઝીલી હતી. રેપીડ એક્શન ફોર્સના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી, ગૃહરાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, સાંસદશ્રીઓ, મેયરશ્રી સહિતના મહાનુભાવાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું કે, રેપીડ એક્શન ફોર્સે પોતાની એક શિસ્તને કારણે પ્રજાજનો સમક્ષ વિશ્વાસ કેળવવાનું કામ કર્યું છે.

દેશમાં શાંતિ અને સુરક્ષા જળવાઇ રહે તે માટે રેપિડ એક્શન ફોર્સ હંમેશા ખડે પગે ઊભી રહે છે. જ્યારે સીઆરપીએફના જવાનોની વાત કરતા ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું કે, જ્યારે સંસદ પર આંતકવાદી હુમલો થયો હતો, ત્યારે આંતકવાદીઓની આ પ્રવૃત્તિને આપણી સીઆરપીએફએ મુહતોડ જવાબ આપ્યો હતો. આજ દિન સુધી કાશ્મીર, લદ્દાખ જેવી અનેક જગ્યાઓ પર સીઆરપીએફના જવાનો ખડે પગે દેશની સુરક્ષા કરી રહ્યા છે.

 

 

આ પ્રસંગે ગૃહમંત્રીશ્રીએ રેપીડ એક્શન ફોર્સે અને સીઆરપીએફને પ્રજાજનો અને સરકારનો વિશ્વાસ કેળવવા બદલ શુભેચ્છા પણ પાઠવી હતી. સીઆરપીએફના મહાનિદેશક રાજીવ ભટનાગરશ્રીએ જણાવ્યુ કે, સીઆરપીએફ અને રેપીડ એક્શન ફોર્સેને પોતાની શોર્ય અને વિરતા બદલ અનેક પદક મળ્યા છે. આંતર સુરક્ષાથી લઇને રાષ્ટ્ર પ્રત્યેની ભાવના સુધી સીઆરપીએફ અને રેપીડ એક્શન ફોર્સે હંમેશા સહરાનિય કામગિરી કરી રહી છે. દેશમાં જેટલી પણ જટિલ સમસ્યા ઊભી થઇ છે ત્યારે સીઆરપીએફ અને રેપીડ એક્શન ફોર્સ હંમેશા ખડે પગે ઊભી રહી છે.

આ પ્રસંગે દેશની સુરક્ષા માટે શોર્ય દાખવનાર અને બલિદાન આપનાર જવાનોના પરિજનોને ગૃહમંત્રીશ્રી અમિત શાહના હસ્તે પદક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગૃહમંત્રીશ્રીના હસ્તે વિવિધ બટાલિયનની સહરાનિય કામગીર બદલ પણ સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં વિવિધ બટાલિયન દ્વારા અનેક કરતબો પણ દેખાડવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here