3 ટેસ્ટ જીતનાર બીજો ભારતીય કેપ્ટન બન્યો રહાણે, કોહલીને પાછળ છોડી ધોનીના રેકોર્ડની બરોબરી કરી

0
0

અજિંક્ય રહાણેના નેતૃત્વમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને બીજી ટેસ્ટમાં 8 વિકેટે હાર આપી છે. ચાર ટેસ્ટ મેચની સીરીઝ હવે 1-1ની બરોબરી પરછે. આ સાથે રહાણેએ એક રેકોર્ડ પણ બનાવ્યો છે. તે ત્રણ ટેસ્ટમાં કેપ્ટન રહી ચૂક્યો છે અને ત્રણેય જીત્યો છે. આવું કરનાર તે બીજો ભારતીય કેપ્ટન બની ગયો છે.

તેણે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના રેકોર્ડની બરોબરી કરી છે અને વિરાટ કોહલીને પાછળ છોડી દોધો છે. પહેલા આ રેકોર્ડ ધોનીના નામે હતો. ધોનીએ કેપ્ટન તરીકે શરૂઆતની ત્રણેય ટેસ્ટમાં ભારતને જીત અપાવી હતી.

કેપ્ટન તરીકે રહાણેના રેકોર્ડ…

કોની સામે રિઝલ્ટ ગ્રાઉન્ડ, વર્ષ
ઓસ્ટ્રેલિયા ભારત 8 વિકેટે જીત્યું ધર્મશાલા, 2016/17
અફઘાનિસ્તાન ભારત એક ઈનિંગ અને 262 રને જીત્યું બેંગલુરુ, 2018
ઓસ્ટ્રેલિયા ભારત 8 વિકેેટ જીત્યું. મેલબર્ન, 2020/21

 

કેપ્ટન તરીકે ધોનીની શરૂઆતની 3 ટેસ્ટ…

કોની સામે રિઝલ્ટ ગ્રાઉન્ડ, વર્ષ
દ.આફ્રિકા ભારત 8 વિકેટે જીત્યું કાનપુર, 2008
ઓસ્ટ્રેલિયા ભારત 172 રને જીત્યું નાગપુર, 2008
ઈંગ્લેન્ડ ભારત 6 વિકેટે જીત્યું

 

કેપ્ટન તરીકે કોહલીની 3 ટેસ્ટ…

કોની સામે રિઝલ્ટ ગ્રાઉન્ડ, વર્ષ
ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા 48 રને જીત્યું એડિલેડ, 2014/15
ઓસ્ટ્રેલિયા મેચ ડ્રો સિડની, 2014/15
બાંગ્લાદેશ મેચ ડ્રો ચેન્નઈ, 2015

 

32 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાનો કોઈ બેટ્સમેન ફિફ્ટી ન બનાવી શક્યો

ઓસ્ટ્રેલિયા ઘરેલુ મેદાન પર ટોસ જીત્યા પછી નવ વર્ષ પછી હાર્યું. આ પહેલા 2011/12માં ન્યૂઝીલેન્ડ સામે તે સાત રને હાર્યું હતું. 32 વર્ષ પછી એવું બન્યું કે ઓસ્ટ્રેલિયાનો કોઈ બેટ્સમેન બન્ને ઈનિંગમાં ફિફ્ટી લગાવી શક્યો ન હોય. આ પહેલા 1988-89માં વેસ્ટ ઈન્ડિઝ સામે ઓસ્ટ્રેલિયાનો કોઈ બેટ્સમેન બન્ને ઈનિંગમાં ફિફ્ટી મારી શક્યો ન હતો.

ટીમ ઈન્ડિયાનું ફેવરિટ ઓવરસીઝ વેન્યૂ બન્યું મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ…

ગ્રાઉન્ડ જગ્યા ટેસ્ટ મેચ જીતી ટોટલ મેચ રમી
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ મેલબર્ન, ઓસ્ટ્રેલિયા 4 14
ક્વીંસ પાર્ક ઓવલ પોર્ટ ઓફ સ્પેન, વેસ્ટ ઈન્ડિઝ 3 13
સબિના પાર્ક કિંગ્સટન, વેસ્ટ ઈન્ડિઝ 3 13
સિંહલીજ સ્પોર્ટ્સ ક્લબ કોલંબો, શ્રીલંકા 3 9

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here