Wednesday, September 22, 2021
Homeરાહુલ બજાજે અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામુ, નીરજ બજાજ બનશે ઉત્તરાધિકારી
Array

રાહુલ બજાજે અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામુ, નીરજ બજાજ બનશે ઉત્તરાધિકારી

રાહુલ બજાજે દેશની પ્રમુખ વાહન નિર્માતા કંપની બજાજ ઓટોના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધું છે. તેમની જગ્યાએ નીરજ બજાજ કંપનીની કમાન સંભાળશે. નીરજ હાલ કંપનીમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. રાહુલ બજાજ 30 એપ્રિલ, 2021થી બજાજ ઓટોનું નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને અધ્યક્ષ પદ છોડી દેશે. કંપનીએ ગુરૂવારે એક એક્સચેન્જ ફાઈલિંગમાં આ જાણકારી આપી હતી.

નીરજ બજાજ રાહુલ બજાજના પિતરાઈ ભાઈ છે. તેઓ ઉદ્યોગ ક્ષેત્રે 35 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમણે સપ્ટેમ્બર 2006માં બજાજ ઓટો જોઈન કર્યું હતું.

શા માટે છોડ્યું પદ?

કંપનીના નિવેદન પ્રમાણે 82 વર્ષીય રાહુલ બજાજે ઉંમરનો હવાલો આપીને પદ છોડવાનો નિર્ણય લીધો હતો. રાહુલ બજાજ 1972થી બજાજ ઓટો અને છેલ્લા 5 દશકાથી બજાજ ગ્રુપ ઓફ કંપનીઝ સાથે જોડાયેલા છે. બોર્ડ દ્વારા આ નિર્ણયને મંજૂરી અપાયા બાદ તેઓ હવે કંપનીમાં સલાહકારની ભૂમિકા ભજવશે. રાહુલ બજાજની કુલ સંપત્તિ આશરે 6.5 બિલિયન ડોલર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments